અમરેલીમાં ઇ-એફઆઇઆરથી દાખલ થયેલો મોબાઇલ ચોરીઓનો ભેદ ઉકેલતી પોલીસ

અમરેલીમાં ઇ-એફઆઇઆરથી દાખલ થયેલો મોબાઇલ ચોરીઓનો ભેદ ઉકેલતી પોલીસ

અમરેલી,

અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓએ જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી સીટી પો.સ્ટે.ની પોલીસ ટીમને ચોક્ક્સ બાતમી તથા ટેક્નિકલ સોર્સની મદદથી અમરેલી સીટી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.11193003230046/2023 આઇ.પી.સી. કલમ 379 મુજબના ગુન્હાના કામે મહેશભાઇ હરીભાઇ વાટીયા ઉ.વ.37 ધંધો.હિરાઘસુ રહે.જસદણ બસ સ્ટેન્ડ પાછળ તા.જસદણ જી.રાજકોટ મુળ રહે.પાનસડા તા.બાબરા જી.અમરેલીવાળાને ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ