અમરેલીનાં નાગનાથ કોમ્પલેક્ષને સીલ કરતું ફાયર તંત્ર

અમરેલીનાં નાગનાથ કોમ્પલેક્ષને સીલ કરતું ફાયર તંત્ર

અમરેલી,
રાજકોટની દુર્ઘટનાને પગલે આખા રાજ્યમાં તંત્ર જાગ્યુ છે ઘોડા નાસી ગયા પછી તબેલે તાળા જેવો ઘાટ રાજ્યભરમાં સર્જાઇ રહયો છે ત્યારે અમરેલીની એક્સીસ બેંક જેમાં છે તેવા કોમર્શિયલ બિલ્ડીંગ નાગનાથ કોમ્પલેક્ષને ફાયર તંત્રએ સીલ કરી દીધ્ાુ છે.અમરેલી શહેરની મધ્યમાં આવેલ નાગનાથ મંદિર પાસે કાર્યરત કોમર્શિયલ બિલ્ડીંગ “નાગનાથ કોમ્પલેક્ષ” જેઓને ગત તારીખ 23/2/ 2023 ના રોજ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા બાબતે ખ- 10 ની નોટિસ પાઠવવામાં આવેલ તેમ છતાં આજદિન સુધી નોટિસ નીઅવગણના કરી ફાયર સુવિધા ઉભી ન કરવાના કારણે તારીખ 28 /5/ 2024 ના સંપૂર્ણ કોમ્પ્લેક્સને સીલીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે જેમાં સીલીંગ પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત કમીટી મેમ્બર ફાયર ઓફિસર શ્રી અમરેલી ,નાયબ એન્જિનિયરિંગ શ્રી પીજીવીસીએલ અમરેલી ,મામલતદાર શ્રી અમરેલી શહેર ,પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અમરેલી, જુનિયર ટાઉન પ્લાનર અમરેલી નગરપાલિકા, સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ બિલ્ડીંગની અંદર ટયુશન કલાસીસ, બેંક, ગુજરાત રાજ્ય બીજ નિગમ લીમીટેડ, આઇએએફએલ ફાઇનાન્સ, જનાણી કલાસીસ, જનાણી કોમ્પ્યુટર, એક્સીસ બેંકનું એટીએમ સહિત 35 વ્યાપારી સંસ્થાનો આવેલા છે. સાંજે ફાયર તંત્રએ આ કોમ્પલેક્ષને સીલ કરતા આ કાર્યવાહી દરમિયાન લોકોના ટોળા ઉમટયા હતા અને ફાયર તંત્રએ ચારેય તરફથી આ કોમ્પલેક્ષને સીલ કરી દીધ્ાુ