અમરેલીમાં સેફટી વગરનાં બિલ્ડીંગો સામે પગલાઓ શરૂ રહેશે : શ્રી ગઢવી

અમરેલીમાં સેફટી વગરનાં બિલ્ડીંગો સામે પગલાઓ શરૂ રહેશે : શ્રી ગઢવી

અમરેલી,
અમરેલીમાં સેફ્ટી વગરનાં બિલ્ડીંગો સામે પગલાઓ શરૂ થયા છે.
ઇમારતોમાં અને જ્યાં સૌથી વધ્ાુ જોખમ છે તેવી જગ્યાએ સલામતી માટે ફાયર તંત્ર દ્વારા સબંધીતોને જાણ કરી દેેવામાં આવેલી જ છે અને હજુ પણ અમરેલીમાં સેફટી વગરનાં ક્રાઇટ એરીયામાં આવતા બિલ્ડીંગો સામે પગલા શરૂ રહેશે તેમ ચીફ ફાયર ઓફીસર શ્રી એચ.સી. ગઢવીએ જણાવ્યું હતુ.શ્રી ગઢવીએ જણાવેલ કે નાગનાથ કોમ્પલેક્ષમાં સવા વર્ષ પહેલા ફાયર તંત્રએ નોટીસો આપી હતી પણ તેની અવગણના કરાઇ હતી અને અહીં ટયુશન કલાસીસ, કોમ્પ્યુટર કલાસીસ સહિતની તકેદારી લેવી પડે તેવી બાબતો હતી.