ઉના,
ઉનામાં ગોંદરા ચોક પાસે ટ્રકમાં પાર્સલ સર્વિસની આડમાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો હોવાની બાતમી આધારે ગીર સોમનાથ જિલ્લા એલસીબી ટીમ વોચ ગોઠવી આ ટ્રકની અંદર તપાસ કરતા પાર્સલ સર્વિસની આડમાં અલગ અલગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો તેમજ મોબાઇલ ટ્રક સહિત મુદ્દામલ પોલીસે ઝડપી પાડ્યો પ્રાત માહિતી અનુસારએ.બી.વોરા તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ. રાજુભાઇ ગઢીયા તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પો.કોન્સ. પ્રવિણભાઇ મોરી નાઓને મળેલ સંયુકત બાતમી આધારે ઉના ગોંદરા ચોક ઓમ માર્ટ મોલ પાસે રેઇડ કરી નીચે જણાવેલ ઇસમોને પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ. (1) રવિભાઇ પરષોતમભાઇ રામાણી, ઉ.વ.34 ધંધો પાર્સલ સર્વિસ રહે.વેરાવળ ડાભોર રોડ જલારામ સોસાયટી ગીતા વિધ્યાલય સ્કુલ પાસે તા વેરાવળ જી. ગીર સોમનાથ (2) દીપક ઉર્ફે ભુરો બાબરીયા રહે.ઉના (પકડવાનો બાકી) (1) ભારતિય બનાવટની વિદેશી દારૂની મોટી બોટલો નંગ – 72 કી.રૂ.36,720/-(2) સફેદ કલરની મીની ટ્રક રજી.નં.ય્વ-32-્-5472 કી.રૂ.3,00,000/- મોબાઇલ નંગ – 01 કી.રૂ.5,000 કુલ મુદામાલ કી.રૂ.3,41,720/-નો મુદામાલ કબ્જે લીધો