અમરેલી,
ભારત જ્યારે પોતાની વિશ્વગુરુની ઓળખ વિશ્વભરમાં બનાવી રહ્યું છે જેમાં ગુજરાતીઓનો ફાળો અનન્ય છે ત્યારે ગુજરાતના 19 સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ 28 મે ના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશિપ કે જેની ઊંચાઈ 17,300 ફૂટ છે; જેમા દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો તથા ર્શં ઘઇેંય્જી ભછસ્ઁછૈંય્શ નો સંદેશ આપ્યો હતોઇન્વિન્સિબલ એન.જી.ઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાઓને 2 મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ 5 કિમી નું રનીંગ, સામાન સાથે ચઢ ઉતર ની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ,ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી આ ઉપરાંત વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી તા 21 મે ના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ ફ્રેન્ડશિપ તરફ પ્રયાણ કર્યું હતું અને તા 28 મે ના રોજ સમિટ કરી 17300 ફૂટની ઊંચાઈ એ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિન્સિબલ એન.જી.ઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સ ના દૂષણ ને નાથવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે માટે ર્શં ઘઇેંય્જી ભછસ્ઁછૈંય્શ નો મેસેજ આપ્યો હતો જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. આ 19 સાહસિક યુવાની ટીમમાં અમરેલીના આશુતોષ મેહતા ઉપરાંત 18 યુવાઓએ ભાગ લીધો. આ પૈકી વત્સલ કથીરિયા, નંદન માણેક, ગર્વ મેવાડા, વિશ્વાસ હપાણી, ધ્રુવ પટેલ, ચિરાગ પટેલ, સ્વયમ કાચા, આશુતોષ મહેતા, હેત પટેલ એ સફળતા પૂર્વક આરોહણ કર્યુ. જ્યારે દીપ હપાણી, પ્રિયા પટેલ, સાર્થક જોષી, મયુર બજાણિયા, નિશીલ ગર્દેશિયા, મયંક કાચા એ બીમાર પ્રતયોગીની મદદ માટે તે ટોચથી 150 ફીટ નીચે રહી ગયા અને ટીમ સ્પિરિટનું મજબૂત ઉદાહરણ પૂરું પાડયું. ઇન્વિન્સિબલના આ 19 પર્વતારોહકોનુ નો ડ્રગ્સ અવરેનેસ અભિયાન ખૂબ જ પ્રશંશનીય છે.