અમરેલી,
કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. જુનાગઢની અમરેલી શાખામાંથી સતિષભાઈ જગદિશભાઈ સોનીગરા, રહે. ચાંપાથળનાંએ રૂા.2,00,000/- ની લોન લીધેલ હતી.આ લોનની રકમ ભરપાઈ કરવાની હોય, તેનાં માટે તેઓએ ક્રેડીટ સોસાયટીએ આવી ચેક આપેલ જે બેંકમાં રજુ કરતાં તે ચેક પાસ ન થતાં રીટર્ન થયેલ હતો. જેથી સોસાયટીનાં પેનલ એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ હતી. નોટીસ મળ્યા પછી પણ આરોપી ક્રેડીટ સોસાયટીની લોનની રકમ ના ચુકવતાં અમરેલી ચીફ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી.આ ફરીયાદ અમરેલીનાં બીજા એડી. ચીફ જયુ. મેજી.દ્વારા આરોપી સતિષભાઈ સોનીગરાને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેક મુજબની રકમ રૂા.2,66,623/- ફરીયાદ દાખલ કર્યાની તારીખથી ચુકવણી તારીખ સુધીમાં 9 % ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત ચુકવી આપવા હુકમ કરેલ છે. સોસાયટી વતી પેનલ એડવોકેટ સચિનભાઇ જી.મહેતા રોકાયેલા હતા.