અમરેલી,
ધારી તાલુકાનાં દિતલા ગામે રહેતી સગીરા સાથે સીમમાંથી વાલીપણામાંથી તા.6-10-2017નાં ભગાડી જઇ જુદી જુદી જગ્યાએ લઇ જઇ શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારતા જુનાગઢનાં આરોપી પરેશ ઉર્ફે પ્રવિણ શંકરભાઇ વારસુરની પોલીસે અટકાયત કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ કરેલ ઉપરોક્ત કેસ ધારી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એમ.એન.શેખ સમક્ષ ચાલી જતા સરકારી પીપી વિકાસભાઇ વડેરાની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી પોક્સો એક્ટની કલમ-6 અન્વયે ગુના સબબ દોષીત ઠેરવી આરોપીને 25 વર્ષની સખ્ત કેદની સજા અને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો વધ્ાુ બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ તથા પોક્સોની કલમ 4 અન્વયે દોષીત ઠેરવી આરોપીને દસ વર્ષની સખત કેદની જેલ તથા 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ન ભરે તો વધ્ાુ એક વર્ષની સાદી કેદની સજા ભોગવાનો હુકમ કર્યો હતો. ધી ગુજરાત વિક્ટીમ કેમ્પેન સેશન સ્કીમ 2019 સાથે વાંચતા ધી પ્રોટેક્શન ઓફ ચિર્લ્ડન ફોર્મ સેક્યુઅલ ઓફેન્સ રૂલ્સ 2020નાં નિયમ-9 (2) મુજબ પાંચ લાખ વચગાળાનું વળતર મળી રહે તે સાથે હુકમ કરેલ