રાજુલા,
રાજુલા તાલુકાના વડલી ગામના ગાગજીભાઈ ભવાનભાઈ બલદાણીયા ઉંમર 25 પોતાની વાડીએથી ખેતી કામ કરવા માટેનો સનેડો વાહન લઈ રીંગણીયાળા નજીક પોહ્ચ્તા વધુ પડતું લીવર આપી દેતા પુરપાટ સ્પીડમાં પુલ નીચે ખાબકતા અકસ્માત સર્જાયો જેમાં ઘટના સ્થળેજ વધુ ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું છે ઘટનાની થાત તાત્કાલિક રાજુલા હોસ્પિટલ ખસેડ્યા પરંતુ ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા છે રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ વધુ તપાસ હાથ ધરી અને અકસ્માતનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી મૃતકના પરિવારજનો સહીત લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. યુવાનનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.