ઈ. સ. 2008 ની મંદી અમેરિકન બેંકો અને મળતિયા રાજકારણીઓનો સંયુક્ત કાંડ હતો. આજથી સોળ વર્ષ પહેલાની અમેરિકાની મંદીમાં લગભગ આખું વિશ્વ સપડાઈ ગયું હતું- સિવાય કે ભારત. ભારતના સદનસીબે ત્યારે ભારતને કોઠાડાહ્યા અને જાણકાર કહી શકાય એવા પીઢ વડાપ્રધાન મળ્યા હતા એટલે ભારતને મંદીની ખાસ અસર ન થઇ. અમેરીકા તેના કરતા પણ મોટા સ્કેલની મંદી તરફ વેગે ધસી રહ્યું છે. 2008 ની મંદીની તો રઘુરામ રાજન સહીત ઘણા નિષ્ણાત અર્થશાસ્ત્રીઓએ તેના બે-ત્રણ વર્ષ પહેલા આગાહી કરી હતી. અત્યારનું ચિત્ર સાવ જુદું છે. અમેરીકામાં ચુંટણી માથે છે અને અમેરીકનો એક બાજુ કુવો તો બીજી બાજુ ખાઈ એવી સ્થિતિમાં સપડાયા છે. દરેક મોટા દેશના સ્ટોક માર્કેટ ક્રેશ છે. અમેરિકા સહીતના વિકસિત દેશો અને વિકાસશીલ દેશો પણ મોંઘવારી, ફુગાવો, બેરોજગારી, નાણાનું અવમુલ્યન, સોના અને ક્રુડના ભાવણી અનિશ્ચિતતા વગેરેનો સામનો કરી રહ્યા છે. અમેરીકામાં મંદી આવશે કે કેમ- તે સવાલ અત્યારે આખું વિશ્વ પૂછી રહ્યું છે. ટ્રેજીક કોમેડી એ છે કે આ સવાલનો જવાબ ખુદ અમેરીકાને ખબર નથી.
દેશોની સેન્ટ્રલ બેંકોના ફુગાવાના સંચાલનની નિષ્ફળતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) ના વચન પરથી બંધાયેલા આશાવાદથી ચાલતી આત્મવિશ્વાસપૂર્ણ તેજીનો પરપોટો ફૂટી ગયો છે. બજારો ભયભીત છે. અમેરીકાના વાંકે અડધી દુનિયાના અર્થતંત્ર હલબલી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. વૈશ્વિક શેરબજારો માટે વર્ષની શરૂઆત ઊંચા લેવલથી થઈ હતી. તેનું એક કારણ અમેરીકન અર્થવ્યવસ્થાની સ્થિતિસ્થાપકતા પણ ખરું. શપૈગૈચ, છની અને સ્ૈબજિર્ર્કા જેવી વિરાટ કંપનીઓએ તેમના વેલ્યુએશનમાં વધારો જોયો, શપૈગૈચ ત્રણ ટ્રિલિયન ડોલરની કંપનીઓની ચુનંદા પંગતમાં જઈને બેઠી. જુલાઈના મધ્ય સુધીમાં તો જીઁ 500, શચજગચૂ ર્ભર્સજૈાી અને જાપાનના શૈંીૈં 225 જેવા મુખ્ય ઇન્ડેક્ષ-સૂચકાંકો વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયા. રોકાણકારોને ભ્રામક વિશ્વાસ આવ્યો કે વ્યાજ દરો આર્થિક વૃદ્ધિને પાટા પરથી ઉતાર્યા વિના ફુગાવાને સફળતાપૂર્વક નિયંત્રિત કરી રહ્યા છે.
આ જ આશાવાદનો ફુગ્ગો સોમવારે ધડામ કરીને ફૂટ્યો. નિરાશાજનક આર્થિક અફડાતફડીની શ્રુંખલા શરુ થઇ ગઈ. જુલાઈમાં રોજગાર અહેવાલ આવ્યો જેમાં નોકરીમાં તીવ્ર મંદી હોવાનું સાબિત થઇ ગયું. સરવાળે અમેરીકન માર્કેટ ઉપરથી રોકાણકારોનો વિશ્વાસ ઉઠી ગયો. બેરોજગારીનો દર વધીને 4.3% થયો છે, જે ઓક્ટોબર 2021 પછીનું તેનું સર્વોચ્ચ સ્તર છે. ફેડરલ રિઝર્વે વ્યાજ દરો ખૂબ લાંબા સમય સુધી ખૂબ ઊંચા રાખ્યા હોવાની આશંકાઓ ફરીથી ઘેરી બને છે. અસ્વસ્થતામાં વધારો ત્યારે થયો જયારે ટેક્નોલોજી સંબંધિત કંપનીના શેરોનો ભાવ ઘટ્ય. બજારને એક લેવલ પર જાળવી રાખતી કંપનીઓના ઘટાડો થયો. કહેવાતા “મેગ્નિફિસન્ટ સેવન” – ટેક જાયન્ટ્સ, જેમણે છૈં હાઇપને કારણે તેમના મૂલ્યાંકનમાં વધારો જોયો હતો, તે મસમોટી કંપનીઓનું પરફોર્મન્સ પૂઅર કેટેગરીમાં આવી ગયું. એકલા શપૈગૈચએ માત્ર બે દિવસમાં 238 બિલિયન ડોલર કરતા વધુનું બજારમૂલ્ય ગુમાવ્યું. વોરેન બફેટના બર્કશાયર હેથવેએ કંપનીમાં તેનો હિસ્સો ઘટાડ્યા પછી છનીના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો.
અશાંતિ માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ સુધી મર્યાદિત ન રહી. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ અત્યાર સુધીનો સૌથી ખરાબ બે દિવસનો ઘટાડો સહન કરી રહ્યો છે, જે 18% થી વધુ ઘટી ગયો અને વર્ષની શરૂઆતમાં મળેલા તમામ લાભો ભૂંસી નાખ્યા. બેન્ક ઓફ જાપાનના તાજેતરના મહિનાઓમાં બીજી વખત વ્યાજદરમાં વધારો નિર્ણયને કારણે માર્કેટમાં સેલિંગની શરૂઆત થઈ અને બધી કંપનીઓના ભાવ ટપોટપ ગગડવા માંડ્યા. આ પગલાએ જાપાનના બજારોને હચમચાવી નાખ્યા. વધુમાં યેન-ફંડવાળા કેરી ટ્રેડ્સનો પણ અંત આવ્યો – જ્યાં રોકાણકારો અન્યત્ર ઉચ્ચ ઉપજ આપતી અસ્કયામતોમાં રોકાણ કરવા માટે યેનમાં ઉધાર લેતા હતા. યેનના મૂલ્યમાં પરિણામી ઉછાળાએ બજારના ઘટાડાને વધુ વેગ
અર્થશાસ્ત્રી ક્લાઉડિયા સાહમના નામ પરથી નામ આપવામાં આવેલા સાહમ રુલ મુજબ જ્યારે ત્રણ મહિનાનો સરેરાશ બેરોજગારીનો દર પાછલા 12 મહિનામાં તેના સૌથી નીચા સ્તરથી અડધા ટકા વધી જાય ત્યારે મંદી નિકટવર્તી છે એવું સમજવું. ગયા વર્ષના 3.5%ના નીચા સ્તરની સરખામણીમાં જુલાઈની સરેરાશ 4.1% પર પહોંચવા સાથે, સાહમ રુલ સૂચવે કે મંદી દરવાજે ટકોરા મારી રહી છે. જો કે, બધા નિષ્ણાતો સહમત નથી કે મંદી આવશે જ. તેઓ તાજેતરના આર્થિક સંજોગોને વોર્નિંગ એલાર્મ તરીકે જુએ છે. નોકરીની વૃદ્ધિ અને અન્ય આર્થિક ઇન્ડેક્ષમાં હજુ મંદી જ જોવા મળશે એવું પણ તેઓ કહે છે. કેટલાક વિશ્લેષકો માને છે કે જો ફેડરલ વ્યાજ દરોમાં ઘટાડો કરવાના પગલા સત્વરે ન ભરે તો અર્થતંત્ર હજુ પણ મંદીમાં આવી શકે છે. યુ.એસ. માર્કેટની ઉથલપાથલ માત્ર તે દેશ પુરતો મુદ્દો નથી, તેની અસર લગભગ બધા દેશોને પડશે. યુ.એસ. માટે સંભવિત મંદી વ્યાપક આર્થિક મંદીની ચિંતા વધારી રહી છે, જેની સમગ્ર યુરોપ, એશિયા અને ઊભરતાં બજારોમાં અસરો થઈ શકે છે. વધુમાં, ભૌગોલિક રાજકીય જોખમો અનિશ્ચિતતામાં વધારો કરી રહ્યા છે. મધ્ય પૂર્વમાં તણાવ, ખાસ કરીને ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષની સંભાવના, તેલ અને અન્ય કોમોડિટીના ભાવમાં અસ્થિરતાનું કારણ બને છે, જે આર્થિક દૃષ્ટિકોણને વધુ જટિલ બનાવે છે. વૈશ્વિક બજારોમાં વર્તમાન પરિસ્થિતિ અનિશ્ચિતતામાંની એક છે. યુ.એસ.માં રોકાણકારો શક્યતા સાથે ઝઝૂમી રહ્યા છે. મંદી, યેન કેરી ટ્રેડ જેવા સટ્ટાકીય વેપારનો અંત અને સંખ્યાબંધ ભૌગોલિક રાજકીય જોખમો. જો કે હજુ પણ કેટલાક સકારાત્મક સંકેતો છે, જેમ કે કેટલાક ક્ષેત્રોમાં સતત વૃદ્ધિ અને ફુગાવામાં ઘટાડો, જોખમો નિર્વિવાદપણે વધી રહ્યા છે. જેમ જેમ આપણે 2024 ના ઉત્તરાર્ધમાં આગળ વધીએ છીએ મુખ્ય પ્રશ્ન રહે છે: શું કેન્દ્રીય બેંકો, ખાસ કરીને ફેડરલ રિઝર્વ, મંદી અટકાવવા માટે સમયસર સફળ થશે? કે પછી મંદી બજારોમાં પ્રવેશી ચુકી છે? માત્ર સમય જ કહેશે, પરંતુ અત્યારે રોકાણકારો અને નીતિના ઘડવૈયાઓ માટે સાવધાની એ જ મંત્ર.