રાજુલા,
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પી.એમ. શ્રી યોજના (એસ. એસ.સી.) અંતર્ગત પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ મંજુર થયેલ છે. શાળાના બિલ્ડિંગના બાંધકામ મજુર થયાના 6 મહિના જેટલો સમય થઈ ગયો છતાં બિલ્ડીંગનું બાંધકામ ચાલુ કરવામાં આવેલ નથી. બાબરકોટ પ્રાથમિક શાળામાં કુલ 800 (આઠ સો) થી વધારે વિધાર્થીઓ છે. બાબરકોટ પ્રાથમિક શાળાના જે બિલ્ડિંગમાં વિધાર્થીઓ અભ્યાસ કરે છે. તે શાળાનું બિલ્ડીંગ 30 વર્ષથી વધારે જૂનું છે. અને શાળાનું બાંધકામ જર્જરિત હાલતમાં હોઈ. તેમજ હાલ ચોમાસાની તુ ચાલી રહી છે. જેથી પાણી છતમાંથી ટપકી રહ્યું છે. આથી બાળકોને શાળામાં અભ્યાસ માટે બેઠવું પણ ખૂબ મુશ્કેલ છે.જેથી વિધાર્થીઓના જીવનું જોખમ જણાઈ છે. અને મોટી દુર્ઘટના થઈ શકે તેવી પુરી દહેશત રહેલ છે. જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે યોગ્ય ઘટતી કાર્યવાહી કરીને વહેલી તકે મંજુર થયેલ શાળાનું બિલ્ડીંગનું ચાલુ કરવા આપશ્રી નમ્ર વિનંતી.સરપંચશ્રી દ્વારા કલેક્ટરને જણાવ્યું છે કે અમારા બાબરકોટ ગામના 800 (આઠ સો)થી વધુ વિધાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઈને વહેલી તકે પી.એમ.શ્રી યોજના (એસ.એસ.સી.) અંતર્ગત મજુર થયેલ શાળાના બિલ્ડીંગનું બાંધકામ કામ ચાલુ કરવા વિનંતી.