અમરેલી જિલ્લામાં જીએસટી તંત્ર દ્વારા માર્કેટનો સર્વે શરૂ

અમરેલી,
અમરેલી જિલ્લામાં જીએસટી તંત્ર દ્વારા માર્કેટનો સર્વે શરૂ કરાયો હોવાનું જાણવા મળેલ છે આધારભુત વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર અમરેલી અને ભાવનગરની જીએસટી ટીમો દ્વારા માર્કેટમાં સર્વે ચાલી રહયો છે કે કઇ વસ્તુઓનું કેવુ વેચાણ હતુ અને કેવો કર આવ્યો છે.હમણાની દિવાળી અને લગ્નગાળાની સીઝનમાં મીઠાઇ, કપડા, ઘરેણા, ફટાકડા સહિતની વસ્તુઓના વેચાણ અને જીએસટીની આવક ચકાસી બજારમાં ચાલુ થયેલ સર્વે દરમિયાન જીએસટીની ચોરી કરનાર વેપારીઓ ઉપર પણ તંત્ર દ્વારા નજર રખાઇ રહી છે અને માર્કેટમાં જીએસટીની ટીમોનાં વાહનો દેખાતા જીએસટી ચોરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો