બગસરા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની એક દિવસીય ઓનલાઈન તાલીમનું આયોજન કરાયું

ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિના સભ્યો માટે રાજ્યકક્ષાએથી એક દિવસીય બાયસેગના માધ્યમથી તાલીમનું આયોજન કરાયેલ.જેમાં જિલ્લા કચેરીના માર્ગદર્શન હેઠળ બગસરા તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા બી.આર.સી.કૉ. ઓર્ડીનેટર સહિતના તમામ સમગ્ર શિક્ષા કચેરી બગસરા ના બ્લોક સ્ટાફ દ્વારા બ્લોક કક્ષાએથી શાળા કક્ષા સુધી મોનીટરીંગ નું સુચારુ આયોજન કરાયેલ.તાલીમ દરમિયાન મોનીટરીંગ માં જનાર કર્મચારીઓ તથા શાળાના આચાર્ય શ્રી દ્વારા ઉપસ્થિત રહેનાર સભ્યોને smc તથા smdc ના કાર્યો, ફરજો,શાળા વિકાસ યોજના,શૈક્ષણિક ગુણવત્તા સુધારણા કાર્યક્રમો, ડીઝીટલ સુવિધાઓ, દિવ્યાંગ બાળકોનું શિક્ષણ,કન્યા શિક્ષણ,શાળા આપત્તિ અને વ્યવસ્થાપન, વોકેશનલ એજ્યુકેશન તેમજ સમગ્ર શિક્ષાની વિવિધ યોજનાઓ,દયેયો, લક્ષયો વિષે માહિતગાર કરવામાં આવેલ.આ તાલીમમાં સમગ્ર બગસરા તાલુકા માંથી સભ્યોએ હાજર રહી ઓનલાઈન તાલીમ મેળવેલ.