તારીખ 29 અને 30 ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે લોકસભાની ચૂંટણીના સંદર્ભે યોજાશે બેઠક

 ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આવનાર કાર્યક્રમો તેમજ પ્રદેશની બેઠક અંગે આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે પત્રકારોને સંબોધન કર્યુ હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ અને પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ટુંક સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકસભા ચૂંટણી  સંદર્ભે પક્ષની તૈયારીઓના ભાગરૂપે એક મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી. કેન્દ્રીય મહામંત્રીશ્રી અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં  29 ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે  યોજાશે. આ બેઠક સવારે 9.30 કલાકે યોજાશે. બેઠકમાં કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગે મહત્વનું માર્ગદર્શન તેમજ કેન્દ્ર સરકાર અને રાજય સરકારે કરેલા કામે જન જન સુઘી કેવી રીતે પહોંચાડવું સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લાના પ્રમુખશ્રીઓ, જિલ્લના પ્રભારીશ્રીઓ,પ્રવકતા અને સહ પ્રવકતાશ્રીઓ ઉપસ્થિત રહેશે  તેમજ 30મી ડિસેમ્બરના રોજ પ્રદેશના સંયુક્ત મોરચાની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય મંત્રીશ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાશે જેમાં વિવિધ મોરચાના પ્રદેશના પદાધિકારીશ્રીઓ તેમજ ગુજરાતના રાષ્ટ્રીય પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે.