અંધશ્રધ્ધાને કારણે લાલાવદરમાં ત્રિપલ મર્ડર થયાનું ખુલ્યું

અમરેલી,
અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં કુંવામાંથી મળી આવેલ ત્રણ લાશમાં ખુનનો ગુનો દાખલ થયા બાદ હત્યા કરનારા ચાર આરોપી પૈકી ત્રણને અમરેલીના એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં અમરેલી એલ.સી.બી. અને તપાસ ટીમોએ પકડી પાડયા છે.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે,તા. 12/01/24 ના અમરેલીના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઇ પાનસુરીયાના વાડીના કુવામાં (1) મુકેશ અંતરીયાભાઈ દેવરખીયા, ઉ.વ. 18, (2) ભુરીબેન વા/ઓ. મુકેશભાઈ અંતરીયાભાઇ દેવરખીયા, ઉ.વ.18, (3) જાનુભાઈ ડા/ઓ. અંતરીયાભાઇ દેવરખીયા, ઉ.વ.08 હાલ રહે.લાલાવદર ગામની સીમ, મુળ અલીરાજપુર મધ્યપ્રદેશની લાશો કુવામાંથી મળી આવતા અમરેલી રૂરલ પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા લાશને ભાવનગર મેડીકલ કોલેજમાં ફોરેન્સિક વિભાગમાં મોકલી આપતા પોસ્ટ મોર્ટમ દરમિયાન ઇજાના નિશાનો મળી આવતા ત્રણેયની હત્યાઓ થઇ હોવાનું જણાતા ખુનનો ગુન્હો નોંધાયેલ.એસપીશ્રી હિમકરસિંહે તપાસ માટે ટીમો બનાવભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ખુન જેવા ગંભીર અનડીટેકટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ ઉપરોકત ખુનનો ગુન્હો અનડીટેક્ટ હોય, ગુન્હાની વિગતોનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી, ખુન જેવા ગંભીર પ્રકારના ગુન્હાને ડીટેકટ કરવા અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.એ. એમ. પટેલ ઓને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એલ.સી.બી. ટીમ તથા એસ.ઓ.જી. અમરેલી પો.ઈન્સ. આર.ડી.ચૌધરી તથા પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.પી.બી.લકકડતથા ખાંભા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.કે.ડી.હડીયા તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.આર.જી. ચૌહાણ ઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ. બનાવની આજુ બાજુના વિસ્તારોમાં ખેત મજુરી કરતાં અનેકની તપાસ કરેલી અને અમરેલી એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી. એ. એમ. પટેલને અંગત બાતમીદાર તથા ટેકનીકલ સોર્સ મારફતે મળેલ માહિતી આધારે અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ શકમંદને પકડતા બનાવનો ભેદ ખુલ્યો હતો.