અમરેલીમાં રૂપિયા 20 લાખની ખંડણી માંગનાર શખ્સને સુરતથી ઝડપી લીધો

અમરેલી,
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે. વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ નં. 1119 3003 240019 72024 ઇ.પી.કો કલમ 384, 385, 387,504,507 મુજબના ગુન્હાના કામના આરોપીને ટેક્નિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી મળેલ ચોક્ક્સ બાતમી આધારે આરોપી કુલદીપભાઇ વાળા તરીકે ઓળખાણ આપનાર એક માણસ જેને ફરિયાદી ઓળખતા ન હોય જેણે તેના મોબાઇલ ફોન ઉપરથી ફરિયાદીના મોબાઇલ ફોનમાં ફોન કરી ફરિયાદી પાસે રૂપિયા વિસ લાખ (રૂગ.20,00,000/-) હપ્તા (ખંડણી) પેટે તથા ફરિયાદીને પ્રોટેક્શન અને સારી રીતે પેટ્રોલપંપ ચલાવવા દેવા સારૂ માંગી,જો હપ્તો (ખંડણી) ફરિયાદી ન આપે તો ફરિયાદી પર ફાયરીંગ કરી જાનથી મારી નાંખવાની, તથા ફરિયાદીના પેટ્રોલપંપ પર ફાયરીંગ કરવાની ધમકીઓ આપી, ફરિયાદીને ખરાબ ગાળો બોલી ગુન્હો આચરેલ આરોપી કુલદીપભાઇ પ્રતાપભાઇ આલાણી (કાઠી દરબાર) રહે.ગામ – નાના માચીયાળા તા.જી.અમરેલીને ગણતરીની કલાકોમાં સુરત ખાતેથી શોધી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ .