રાજુલાથી કુંડલા વિસ્તાર સિંહો માટે મરૂભુમિ બની રહી છે : છેલ્લા 6 મહિનામાં ટ્રેનમાં 7 સિંહોના મોત

રાજુલા,
રાજુલા તાલુકાના ડોળીયા નજીક ટ્રેન હડફેટે લેતા સિંહણ ઇજાગ્રસ્ત થઈ હતી વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સિંહણને સારવાર માટે ખસેડામાં આવેલ હતી ત્યારે સારવાર દરમિયાન આજે સિંહણનું મૃત્યુ નીપજ્યું હતું જેને લઈને રાજુલા વિસ્તારના પર્યાવરણ પ્રેમીમાં રોષ વ્યાપ્યો હતો.સમગ્ર મામલે પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીએ વનમંત્રી ને કરી રજૂઆત કરી અને ફેન્સીંગ મોટી કરવા માટે જણાવવામાં આવ્યું સાથે સાથે રેલવે વિભાગ ને પણ રેલ્વેની સ્પીડ બાબતે જણાવવામાં આવેલી સાથે સાથે પીપાવાવ થી ગ્રાહક જ સુધી ફેન્સીંગ કરવા માટેની પણ રજૂઆત તેમજ વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા ને ને પણ ટેલીફોન દ્વારા રજૂઆત કરતા જણાવેલ કે વેલામાં વહેલા તપાસ કરી અને ફેન્સી વધારવા કે ઊંચી લેવા માટે તપાસ કરવા તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ને થોડા સમય પહેલાં સૂચના આપી હતી વન મંત્રી મુળુભાઈ બેરાએજણાવ્યું હતું આ પ્રશ્ન એ પર્યાવરણ પ્રેમી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોશી એ જણાવ્યું કે આ વિસ્તારમાં અનેક સિંહના મોત થયા છે આમ કહો તો સિંહનું કબ્રસ્તાન છે હજી સુધી કોઈપણ સામે કે રેલવે સામે કે રેલવેના અધિકારી સામે કે સ્પીડ વધારે કે બેદરકારી બદલ સામે કોઈપણ જાતનું પગલાં લેવાના નથી કે સજા રૂપ દાખલો થયો નથી તાજેતરમાં જ ત્રણ સિંહના તો મોત થયા છે પણ તંત્ર સાચુ કારણ આપવાને બદલે તપાસ ચાલુ છે એવા જ જવાબ આપે છે તેમ ચિરાગભાઈ જોશી એ જણાવ્યું હતું. ફેન્સીંગ ચાલશે તેમાં પણ ઘણી જગ્યાએ તુટેલ હાલતમાં છે ઘણી જગ્યાએ સાવ નીચું હોવાથી સિંહ ઉપરથી ઠેકી અને ફાટક ઉપર ચાલ્યા જાય છે તે જગ્યાએ પણ ફિનિશિંગ અસર કરવું જોઈએ જેથી કરીને સિંહ ફિનિશિંગ ઉપરથી કૂદી અને મારણ કરવા માટે રેલવે ફાટક ઉપર જઈ શકે નહીં આમ સિંહની સુરક્ષા માટે ખાસ ટીમ મૂકી અને સિંહો અને માટે શું શું કરવું જોઈએ જે નિવૃત્ ડીઓફો અને પર્યાવરણ પ્રેમી ટીમ બનાવી અને અતપાસ કરવી જોઈએ સુવિધા કેટલી જોવે તેમજ મૃત્યુ ઝડપથી ન થાય તેમજ અકસ્માતની સંખ્યા ઘટે તે માટે શું કરવું તેમ ટીમ મૂકવી જોઈએ તેમજ અકસ્માત થયો હશે ત્યાં પણ કોની જવાબદારી હતી અને રેલવે પણ કેટલી સ્પીડથી આવતી હતી તેને તપાસ કરી અને પગલાં લેવા જોઈએ આ પ્રશ્ન એ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અનિરુદ્ધભાઈ વાળાએ જણાવ્યું કે સિંહની કોઈ સુરક્ષા ન હોય તેમ અહીં સિંહ આ વિસ્તારમાં ખૂબ જ હોવા છતાં વન વિભાગની કચેરી પાલીતાણા 150 કિલોમીટર ઉપર પાલીતાણા છે તેના બદલે રાજુલા અથવા સાવરકુંડલા ફેરવી જોઈએ.આ અંગે અનેક આગેવાનો લોકોએ પર્યાવરણ પ્રેમીઓએ એવી પણ માંગણી છે કે વન વિભાગની કચેરી પાલીતાણા થી કચેરી રાજુલા અથવા સાવરકુંડલા પાલીતાણા થી ફેરવી જોઈએ અથવા ધારી ઓફિસે અગાઉ હતી તેવી જ રીતે કાર્યરત કરી દેવી જોઈએ જેથી 60 ંસ માં કલાકમાં અહીં રાજુલા આવી શકાય તેમાં સમાવી દેવી જોઈએ જેથી કરીને અહીંથી દોઢસો કિલોમીટર થી અધિકારીઓ તપાસ કરવા આવે છે તે થી ઝડપી તપાસ થતી નથી તેમ શ્રી અનિરુદ્ધભાઈ વાળાએ જણાવ્યું હતું તો આ વિસ્તારમાં ફેન્સીંગ તાર લંબાઈ વધારવી તેમજ તૂટેલા છે અને રેલવેની ઝડપ ઘટાડવી જોઈએ તેમજ પાલીતાણા થી ઓફિસ તાત્કાલિક ધારી ફેરવી જોઈએ જેથી ઝડપથી વન ખાતાના અધિકારીઓ રાજુલા વિસ્તારમાં આવી શકે તેમજ અનેક બનાવો બન્યા છે તેની ઉપર કોઈ જાતના પગલાં લેવાતા નથી રેલવે આ વિસ્તારના સિંહો માટે કાળરૂપ છે છતાં કોઈ રેલવેના અધિકારીઓ ઉપર અનેક સિંહ કપાયા છતાં પગલાં લેવાયા નથી કે કોની બેદરકારી થી સિંહનું મોત હજી સુધી બહાર આવતું નથી તો તેની સામે પણ ઝડપથી હાંકવા તેમજ વિસલ ન મારી કે વગાડતા ન હોય તેવા રેલવે તંત્રના અધિકારીઓ સામે સામે પગલાં લેવા જોઈએ તેવી માંગણી સમગ્ર આ વિસ્તારના લોકોમાંથી સિંહ પ્રેમી હોવાથી ઉઠવા પામી છે. પુર્વ ધારાસભ્યશ્રી અંબરીષ ડેરએ જણાવ્યુ છે કે, રાજુલા/અમરેલી માં 1 મહિના માં 3 અને છેલ્લા 6 મહિના માં 7 સિંહો ના ટ્રેન નીચે કચડાઈ ને અપમૃત્યુ ના સમાચાર સિંહ પ્રેમીઓ માં રોષ પમાડનારા છે. ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે પ્રાણીઓ માં સિંહ હું છું તો પણ આ સરકાર કેમ ગંભીર થતી નથી અને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન અસંખ્ય વખત વિધાનસભા સત્ર દરમ્યાન માંગણી કરી છે કે રાજુલા વિસ્તાર માં “સેન્ચુરી પાર્ક” વિકસાવો તો સિંહો નું સંવર્ધન થાય અને લોકો ને રોજગારી પણ મળે.મને લાગે છે કે સિંહો ને બચાવવા આગામી દિવસોમાં જન-જાગૃતિ સાથે આંદોલન કરવું પડશે તો જ કુંભકર્ણ નિંદ્રા માં સુતેલુ તંત્ર આળસ ખંખેરી જાગશે.