અમરેલી જિલ્લાના 912 આવાસોનું 10મીએ લોકાર્પણ

અમરેલી,
સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂતનો કાર્યક્રમ આગામી તા.10 મી ફેબ્રુઆરીનાં રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજયમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ/ખાતમુહૂત કરાવવાના છે. આ કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કુંભારીયા હાઉસીંગ કોલોની, જલોત્રા હાઉસીંગ કોલોની પી.એમ.એ.વાય ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે ટુ વે સંવાદ કરશે. સમગ્ર રાજયની સાથે અમરેલી જિલ્લાના તાલુકાઓમાં પણ આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમ યોજાનાર છે. તા.10 મી ફેબ્રુઆરીના રોજ અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં યોજનાર કાર્યક્રમમાં 912 લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થાય છે જેમાં વિધાનસભા મતવિસ્તાર દીઠ 3 લાભાર્થી પ્રતિભાવ રજૂ કરશે તેમજ 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ધારીની દામાણી હાઈસ્કુલ ખાતે ધારી, બગસરા, ખાંભા વિધાનસભા મતવિસ્તારનો કાર્યક્રમ યોજાશે. ખેડૂત તાલીમ ભવન અમરેલી ખાતે અમરેલી, કુંકાવાવ-વડિયા વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે. લાઠી એપીએમસી ખાતે લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે. જ્યારે સાવરકુંડલા એપીએમસી ખાતે સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો સમારોહ યોજાશે. રાજુલા એપીએમસી ખાતે રાજુલા, જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે. તમામ કાર્યક્રમનો પ્રારંભ તા. 10 ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 12.00 કલાકે થશે. આ કાર્યક્રમમાં વિધાનસભા મતવિસ્તાર દીઠ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા તમામ લાભાર્થીઓ તથા આમ જનતાને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીની એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો