અમરેલી જિલ્લાભરમાં 9મી માર્ચે લોક અદાલતો યોજાશે

અમરેલી,
તારીખ 09 મી માર્સ ર024, શનિવાર ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી એમ.જે.પરાશરના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત અમરેલી તેમજજિલ્લાના દરેક તાલુકાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલત નો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના મુખ્ય સંરક્ષક માનનીય જસ્ટિસ શ્રીમતી સુનિતા અગરવાલ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ શ્રી એન. વી. અંજારિયા દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિ ને જરૂરી માર્ગદર્શન આપેલ છે. આ લોક અદાલત માં રાજ્ય ના કોઈપણ જિલ્લા, તાલુકા, ટ્રિબ્યુનલ કે હાઇકોર્ટ માં પડતર કેસ કે જેમાં મોટરઅકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લાગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિક ને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાનલાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે. આ અવસરનો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈકોર્ટ માં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસ નો સંપર્ક કરવો અથવા ટોલ ફ્રી નંબર 15100 ઉપર સંપર્ક કરવો અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ની વેબસાઇટનો સંપર્ક કરવો