બાબરા પો.સ્ટે.ના લૂંટના ગુનામાં આરોપી ઝડપાયો

બાબરા,
ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહએ અમરેલી જિલ્લામાં બનતા મિલકત સંબંધીત અનડિટેકટ ગુન્હાઓને ત્વરીતપણે પગલા લઇ ડિટેકટ કરી આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સા અમરેલી વિભાગ, અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી સી.એસ.કુગસીયાની રાહબરી હેઠળ બાબરા પોલીસ સ્ટેશનનીની ટીમ દ્વારા સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા 1,50,000/- ના મુદામાલ સાથે એક ચોર કહીમભાઇ સાહીદભાઇ પઠાણ ઉ.વ.19 ધંધો મજુરી રહે.બાબરા બસ સ્ટેન્ડની પાછળ તા.બાબરા જી.અમરેલીને રોકડ રૂપીયા 1,50, 000,એક સુઝુકી કંપનીની એકસેસ જેના રજી નં.ય્વ-03-ઘછ-1784 જેની કિ.રૂ.25,000/- સાથે પકડી પાડી અનડિટેકટ ગુન્હાને ડિટેકટ કરી ગણતરીની કલાકોમાં બાબરા પોલીસ ટીમ દ્વારા સંપુર્ણ મુદામાલ સાથે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી સી.એસ.કુગસીયા તથા પો.સબ.ઇન્સ એ.એમ.રાધનપરા તથા એ.એસ.આઇ. જયદેવભાઈ આર હેરમાં તથા હેડ કોન્સ. રાજેમમભાઈ જી.રાઠોડ તથા ડી.કે.પરમાર તથા આર.બી.વાઘેલા પો.કોન્સ.મહાવીરસીંહ બી સીધવ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા દ્વારા કરવામાં આવેલ