સોશ્યલ મિડીયામાં પણ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર સામે સસ્પેન્શનનાં પગલા લેવાશે : શ્રી હકુભા જાડેજા

અમરેલી,
અમરેલીમાં ભાજપનાં ઉમેદવારનાં નામ સાથે ચાલતી અટકળો અને અફવાઓનો રવિવારે રાત્રે અમરેલી જિલ્લા ભાજપનાં પ્રભારી શ્રી હકુભા જાડેજાએ અંત આણ્યો હતો. શ્રી જાડેજાએ શનિવારે રાત્રીનાં બનેલી ઘટનાની સ્પષ્ટતા કરી અને ભાજપમાં અશિસ્ત નહીં ચલાવી લેવાય તેમ જણાવી અમરેલીમાં બનેલો બનાવ કાર્યકરોનો આંતરિક વ્યવહાર હતો. પક્ષનાં આગેવાનોને કે ભાજપને તેની સાથે કોઇ સબંધ ન હતો. તેમ જણાવ્યું હતું અને સોશ્યલ મિડીયામાં ભાજપનાં ઉમેદવાર સામે થતા અપપ્રચારનાં મામલે પણ તેમણે તપાસ કરી અને આવી પ્રવૃતિ કરનાર જો ભાજપનાં કાર્યકર હશે તો તેમને સસ્પેન્ડ કરવા સુધીનાં કડક પગલા લેવાશે તેમ જણાવ્યું હતું. ભાજપના મોભી શ્રી દિલીપભાઇ સંઘાણી, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, શ્રી બાવકુભાઇ ઉંધાડ, શ્ર હિરેન હિરપરા, ડો. ભરતભાઇ કાનાબાર, શ્રી કૌશિક વેકરીયા, શ્રી મહેશ કસવાળા, શ્રી જનક તળાવીયા, શ્રી જે.વી.કાકડીયા, શ્રી ભુપેન્દ્રભાઇ બસીયા, શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, શ્રી પીઠાભાઇ નકુમ, શ્રી રાજુભાઇ કાબરીયા, શ્રી મેહુલભાઇ ધોરાજીયા, શ્રી પુનાભાઇ ગજેરા, શ્રી શરદ લાખાણી, શ્રી દિનેશ પોપટ સહિત ભાજપનાં વરિષ્ટ આગેવાનોએ લોકસભાની ચુંટણી અનુલક્ષીને પત્રકારો સાથે ગોષ્ઠી કરી હતી. આ બેઠકમાં પત્રકારોનાં સવાલનાં જવાબમાં શ્રી હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ઉમેદવારોમાં ફેરફારની કોઇ વાત જ નથી અને શનિવારે રાત્રે થયેલી માથાફુટ એ તે વ્યક્તિઓની અંગત બાબતો હતી. તેને અને પક્ષને કોઇ સબંધ ન હતો. જ્યારે સાંસદશ્રી કાછડીયાએ જ્યારે મને ટીકીટ આપી ત્યારે બીજા કોઇને કાપી મને આપી હતી. એવી જ રીતે આ વખતે બીજાને તક મળી છે અને એ પાર્ટીની પ્રક્રિયાનો એક ભાગ છે. અને આમા નારાજગીનો કોઇ પ્રશ્ર્ન જ નથી. ભાજપનાં મોભી શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, જે રીતની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે જુઠી છે. ભાજપનાં જુથવાદ જેવી વાત નથી. જે પ્રશ્ર્ન ભુતકાળમાં હતા તે જે તે વખતે શ્રી હકુભાને કારણે ઉકલી ગયા હતાં અને તે માટે અમરેલી જિલ્લા ભાજપ આભારી પણ