અમરેલુી શાંતાબા જનરલ હોસ્પિટલમાં સ્ક્રિઝોફ્રેનીયા બિમારીની સફળ સારવાર કરતા ડો.ભાવિન કદાવાલા

અમરેલી,
અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં સ્ક્રિઝોફેનિયા બિમારીની સફળ સારવાર ડો. ભાવિન કદાવાલાએ કરી હતી. તે સિધ્ધીને બિરદાવેલ છે. ડો. ભાવિન કદાવાલા એ જણાવ્યા મુજબ દર્દી રાખોલિયા સંજયભાઈ ધીરૂભાઇ ઉમર વર્ષ- 35, ગામ આંબરડી (જોગીદાસ)ની તાલુકો સાવરકુંડલા ના વતની ને છેલ્લા 8 વર્ષ થી સ્ક્રિઝોફ્રેનીયા ની બિમારી થી પીડિત હતા. બિમારી ના લક્ષણ ને જોઈએ તો નવા નવા આવઝો આવવા, બીક બોવજ લાગે, ભયના કારણે ધરની બહાર નીકળી ના શકે, બિમારી ના કારણે પહેલા તો ત્રણ થી ચાર લોકો સાથે આવેલ પણ શાંતાબ હોસ્પિટલ ની સારવાર મળતા હાલ તે તેનું બાઈક લઇને એકલા આવી શકે છે. અને દર્દી બિમારી પહેલા હીરા ધસવાનું કામ સાથે સંકળાયેલા હતા છેલ્લા 10 વર્ષથી કામપણ મૂકી દીધું હતું. તેની ધરની પરીસ્થિતિ ખુબજ કફોડી થઈગય પણ આજ દર્દી સાજુ થતા તેઓ ઓઈલ મિલ માં કામ કરવામાં સક્ષમ થઈ ગયેલ છે. શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે અસરકારક સારવાર મેળવ્યા બાદ સામાન્ય જીવન જીવી શકાય તેવું નવજીવન દર્દી સંજયભાઈ તથા તેમના પિતા ધીરૂભાઈએ માનસિક રોગ નિષ્ણાંત ડો.ભાવિન ક્દાવાલા તથા વિનામૂલ્યે ઉત્તમ ક્ક્ષાની સારવાર ની સુવિધા ઉભી કરવા બદલ ગજેરા ટ્રસ્ટના ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરા નો ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો