નેનો યુરીયા અને નેનો ઘછઁ અંગે કૃષિ તજજ્ઞો દ્વારા સેમિનાર યોજવાની માંગ કરતા શ્રી કસવાલા

સાવરકુંડલા,

રાસાયણીક ખાતર ડીએપી ની સાથે અન્ય ખાતર ન આપવા બાબતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને રજુઆત કરી છે જેમાં ખેડૂતોને પડતી અગવડતા માટે સેમીનાર યોજીને કૃષિ લક્ષી ફાયદાઓ સમજાવવા માટે કૃષિમંત્રી ને પત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે જેમાં ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું છે કે, સાવરકુંડલા લીલીયા તાલુકાના ખેડૂતો દ્વારા ધારાસભ્યશ્રીને મળેલ રજુઆતો અનુસાર આગામી ચોમાસાની સિઝન દરમ્યાન ખેડૂતો દ્વારા રાસાયણીક ડી.એ.પી ખાતરની ખુબજ મોટા પ્રમાણમાં માંગ રહે છે તેથી, હાલમાં ખેડૂતો દ્વારા ખરીદ કરવામાં આવતા ડી.એ.પી ખાતરની સાથો-સાથ અન્ય રાસાયણીક ખાતર ફરજીયાત લેવાનું જણાવવામાં આવે છે જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળેલ છે તેથી જયારે ડી.એ.પી ખાતર ખરીદ કરે તેની સાથે અન્ય ખાતરો ન આપવાનું નમ્ર સુચન ધારાસભ્ય કસવાલાએ કર્યું છે સાથે સાથે નેનો યુરીયા, નેનો ડી.એ.પી ખાતર કંપની દ્વારા માર્કેટમાં મુકવામાં આવેલ છે આ ખાતરના ઉપયોગ અને ફાયદાથી ખેડૂતો અજાણ હોવાના કારણે ખરીદતા નથી તેથી, આ નેનો ડી.એ.પી, નેનો યુરીયાનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે કૃષી તજજ્ઞો અને કંપની નિષ્ણાંતો દ્વારા ખેડૂતોની વચ્ચે જઇ આ ખાતરથી થતા લાભો અંગે સેમિનાર યોજી માર્ગદર્શન આપવુ જોઈએ તેથી, ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય અને આર્થીક લાભ મળે તેવા પ્રયત્નો કરવા જરૂરી જણાય છે. તો આ બાબતનું સુચન ઘ્યાને લઇ તેની અમલવારી કરાવવા ધારાસભ્ય મહેશ કસવાલાએ વિનંતી સાથેનો પત્ર કૃષિમંત્રી રાઘવજી ભાઈ પટેલ ને પાઠવ્યો