રાજ્યના ખેત વાવેતરનું ડીઝીટલ ક્રોપ સર્વે પાણી પત્રક બનશે : શ્રી હિરેન હીરપરા

રાજ્યના ખેત વાવેતરનું ડીઝીટલ ક્રોપ સર્વે પાણી પત્રક બનશે : શ્રી હિરેન હીરપરા

અમરેલી,

દેશમાં મહેસુલ વિભાગ દ્વારા ખેત વાવતેરનું પાણીપત્રક કરવામાં આવતું હતું. ખેડૂતોએ તલાટી ક્રમ મંત્રી પાસે જઈને પોતાના સર્વે નંબરમાં વાવતેર કરેલ છે. તે વિગત દર્શાવવાની રહેતી હતી. પરંતુ ખેડૂતો અથવા કર્મચારીઓ આ બાબતની ગંભીરતા લેતા ન હતા જેના હિસાબે કૃષિ પાકોના વાવતેર વિસ્તાર અને પાકના ઉત્પાદનના અંદાજો એ માત્ર અંદાજો જ રહેતો હતો.દેશમાં ખેત વાવતેરનો વિસ્તાર, પાક અને હાલના સમયમાં ખેડૂતો દ્વારા દેશ વિદેશના ફૂટ વાવતેરની માહિતી ઉપલબ્ધ થશે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતો માટે આ ઐતિહાસિક નિર્ણય ડીઝીટલ ક્રોપ સર્વેનો થયો છે.ભારત સરકાર, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યમાં સર્વે નંબર આધારિત ડીઝીટલ ક્રોપ સર્વે થશે જે તે ગામના સ્થાનિક વ્યક્તિને સર્વેની કામગીરી સોંપવામાં આવશે. જે દરેક સર્વે નંબર ઉપર જઈને વાવતે વિસ્તાર, કરેલ પાક અને ખેડૂત તેમજ પાકનો ફોટો ડીઝીટલ ક્રોપ સર્વે એપમાં અપલોડ કરશે તેની ઉપર ગ્રામ સેવક અને તલાટી વેરીફિકેશન કરશે. આથી ડીઝીટલ -ક્રોપ સર્વેમાં પ્રશ્નો ઓછા ઉપસ્થિત થશે.વર્તમાન સમયમાં આપણે બધાએ જોયું છે, કે મગફળી નાં ઉત્પાદન નાં અંદાજો ઓઇલમિલર્સ અને કપાસ ના ઉત્પાદન નાં અંદાજો જીનર્સ લગાવવામાં આવતા હતા. જેના હિસાબે વાયદા બજાર અને ખેત જણસનું પ્રોસેસિંગ કરનાર કમાતા હતા.ડીઝીટલ ક્રોપ સર્વેના કારણે વાવતેર વિસ્તારની ગણતરી ચોક્કસાઈ પૂર્વક અને ઝડપી બનશે. અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પાક વાર નુકસાનીનો સર્વે ઝડપી બનશે ઉપરાંત સાચા ખેડૂતોને ન્યાય મળશે. ટેકાના ભાવની ખરીદીમાં આ પાણી પત્રકનો ઉપયોગ એટલે ખોટા લોકો ટેકાના ભાવોનો ગેરલાભ નહિ લઇ શકે, ખેત ઉત્પાદનના અંદાજે સામે સાચી આયાત નિકાસ નીતિ બનશે તેમજ ખેડૂતલક્ષી નવી યોજનાઓ નક્કી કરવામાં મદદ મળશે.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરતના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ અને રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા જે પહેલ કરવામાં આવનાર છે. તેને ગુજરાત ભા.જ.પ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ આવકારી ગુજરાત સરકારને ખેડૂતો વતી અભિનંદન પાઠવ્યા