અમરેલીનાં વેરાઇ માં ના મંદિરની દસ કિલો ચાંદીનો ચોર ઝબ્બે

અમરેલીનાં વેરાઇ માં ના મંદિરની દસ કિલો ચાંદીનો ચોર ઝબ્બે

અમરેલી,
ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા મિલકત સબંધીત ચોરીના બાનાવોમાં આરોપી તથા મુદ્દામાલ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા ઇન્ચાર્જ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક વલયકુમાર વૈધનાં માર્ગદર્શનમાં અમરેલીનાં ડીવાયએસપી શ્રી ચિરાગ દેસાઇનાં નેતૃત્વમાં અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાં નવ નિયુક્ત પીઆઇ શ્રી અજય એમ.પરામરની ટીમે ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી અમરેલીનાં પ્રાચિન વેરાઇ માતાજીનાં મંદિરમાં સાડા દસ કીલો ઉપરાંતની ચાંદી ચોરી નાસી ગયેલા મંદિરનાં પુજારીને પકડી પાડી રૂપિયા પોણા છ લાસની રોકડ કબ્જે કરી હતી.આ બનાવની વિગતો એવી છે કે, આ બનાવમાં આરોપી ચિરાગપરી ગોસ્વામી ઉ.વ.34 અમરેલી, જુની જેલ પાસે આવેલ વેરાઇ માતાના મંદિરના પુજારી તરીકે મંદિરની સેવા-પુજા કરતા હોય તે દરમ્યાન વેરાઇ માતાના મંદિર અંદરના મુખ્ય દરવાજા પરથી તથા નીજ મંદિરમાંથી કુલ આશરે સાડા દસેક કિલો જેટલુ ચાંદીની ખોળ (વરખ) જેનો સને.2001 પહેલાના ભાવે એક કિલોના આશરે રૂા.7000/- લેખે ગણતા કુલ સાડા દસેક કિલોના ચાંદીના આશરે રૂા.73,500/- ની ચોરી કરી નાસી ગયેલ હતો. ગણતરીનાં કલાકોમાં અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પરમાર તથા પો.સબ.ઇન્સ.કે.કે.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એચ.જી.મારૂ તથા છજીૈં રમેશભાઇ એન. માલકિયા, ઁભ ચિંતનકુમાર કનૈયાલાલ મારૂ, ઁભ વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા, ઁભ ધર્મરાજસિંહ હરીસિંહ વાળા, ઁભ અતુલભાઇ કાળુભાઇ માટીયાએ ચિરાગપરી હુલ્લાસપરી ગોસ્વામી ઉ.વ.34 ધંધો. પુજારી રહે. અમરેલી, જુની જેલ પાસે વેરાઇમાતાના મંદીરે તા.જી.અમરેલીને પકડી પાડી તેમની પાસેથી ચાંદીની કિંમતનાં રોકડા 5,70,000 કબ્જે કર્યા હતાં અને તેમને બે દિવસનાં રિમાન્ડ ઉપર લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, મંદિરનાં આ પુજારીને સટ્ટો રમવાની આદત હોવાનું પણ બહાર આવ્યું