સાવરકુંડલાના મકાનમાં શોર્ટસર્કીટથી આગ લાગતા રૂ.21 હજારનું નુકશાન

અમરેલી,
સાવરકુંડલા મહુવા રોડ ખોડીયાર પાર્ક સોસાયટીમાં રહેતા કિશોરભાઈ રાજુભાઈ ખુમાણના રહેણાંક મકાનમાં ઈલેકટ્રીક શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા ઘરમા રાખેલ બે શેટી રૂ/-10,000 તથા સોની કંપનીનું ટીવી રૂ/-7000 તથા રસોડામાં રાખેલ પાણીનું ફીલ્ટર રૂ/-4000 મળી કુલ રૂ/-21,000 નું નુકશાન થયાનું સાવરકુંડલા પોલિસ મથકમાં જાહેર કરેલ