વડીયાનાં તાલાળીમાં પત્નિની માર મારી પતિ ગળાફાંસો ખાઇ ગયો : પત્નિ ગંભીર

અમરેલી,

વડીયાનાં તાલાળી ગામે પત્નિને માર મારી પતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બહાર આવતા ખળભળાટ મચી જવા પામેલ છે. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, તાલાળીનાં સીમ વિસ્તારમાં રહેતા શંકરભાઇ બધ્ોલ નામના શ્રમીક પોતાની 36 વર્ષની પત્નિ રાધાબેનને ગંભીર મરણતોલ માર મારતા તેણીને રાજકોટ દવાખાને ખસેડાઇ છે અને પત્નિને માર મારનાર શંકર બધ્ોલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેમનાં મૃતદેહને રાત્રે વડીયા ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતા વડીયાનાં ઇન્ચાર્જ પીએસઆઇ શ્રી કે.એલ.ગલચર બનાવનાં સ્થળે દોડી ગયા છે અને આ બનાવની વધ્ાુ વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરી