ભાજપના મોભી શ્રી પરશોત્તમ રૂપાલા સાથે સાંસદ શ્રી કાછડીયા અને પાંચેય ધારાસભ્યો એક સાથે સુરતમાં ઉપસ્થિત રહયા

અમરેલી,
અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો અને સંસદ સભ્ય સહિત અમરેલી જિલ્લાના તમામ પદાધિકારીઓ અને તે પણ ભાજપના મોભી અને ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા સહિત એક સાથે એકત્ર થાય તેવા બહુ ઓછા પ્રસંગો આવતા હોય છે પણ સુરતમાં શનીવારે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઇ સુતરીયાના સન્માન માટે આખુ અમરેલી એકત્ર થઇ ગયું હોય તેવુ દ્રશ્ય સર્જાયું હતુ.અમરેલીથી શ્રી કૌશિક વેકરિયા, બાબરાથી શ્રી જનક તળાવિયા, સાવરકુંડલા-લીલીયાથી શ્રી મહેશ કશવાળા, ધારીથી શ્રી જેવી કાકડીયા, રાજુલાથી શ્રી હિરાભાઇ સોલંકીની સાથે અમરેલીના સાંસદશ્રી નારણભાઇકાછડીયા, ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા પણ ભાજપના અને સુરતના ધારાસભ્ય અને રાજયના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા અને શ્રી કુમારભાઇ કાનાણી પણ અમરેલી જિલ્લાના વતની છે.આ તમામ શનીવારે સુરતમાં એકત્ર થયા હતા.અમરેલી જિલ્લામાં કોઇએ ચુંટણી લડવી હોય અને જો સુરતનો સહયોગ ન હોય તો તે ચુંટણી જીતી નહીઅમરેલીજિલ્લામાં આવેલી દરેક ચુંંટણીમાં તન-મન અને ધનથી સુરતનો સહયોગ હોય અમરેલી જિલ્લાના છથી સાત લાખલોકો સુરતમાં વસે છે અને જયારે જરુર પડે ત્યારે સુરતના ઉદ્યોગપતિઓ આર્થીક મદદ કરતા હોય છે અને ત્યાથી લોકો પણ ચુંટણી સમયે મતદાન માટે વતન અમરેલી આવતા હોય છે.આવા સુરતમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખનું અને અમરેલી જિલ્લાના વંડાના વતની અને સુરત ચેમ્બરના પ્રમુખનું સન્માન થતુ હોય અને તે પણ અમરેલી જિલ્લાના જ વતની એવા શ્રી મનુભાઇ કાકડીયા (જરખીયા) દ્વારા યોજાતુ હોય એવા આ ફંકશનમાં અમરેલી જિલ્લાના ટોપ ટુ બોટમ નેતાઓ એક સાથે એકત્ર થાય તે એક અલગ પ્રકારના સંજોગો ગણી શકાય.