24 કલાકમાં જ આરોપી આકાશ સામે ચાર્જ સીટ મુકતા પીએસઆઇ શ્રી પ્રશાંત લકકડ

અમરેલી,
બોટાદની છાત્રાના અમરેલીમાં કરાયેલા આપઘાત કેસમાં એસપીશ્રી હિમકરસિંહે કડક પગલા લીધા છે તેમની સુચનાને પગલે આરોપી આકાશની સામે માત્ર 24 કલાકમાં જ તાલકાના ઇન્ચાર્જ પીઆઇ શ્રી પ્રશાંત લકકડે ચાર્જ સીટ મુકયું છે.
છાત્રાએ આપઘાત કરી લીધાના બનાવની જાણ થતા બનાવ બન્યાના ગણત્રીના કલાકોમાં પોલીસે આરોપીને પકડી પાડયો હતો અને 24 કલાકમાં 200 પાના ઉપરાંત્તનું ચાર્જસીટ બનાવાયું હતુ આઇપીસી 306 205(1) અને તપાસ દરમિયાન એ છાત્રા અને આરોપીના લગ્ન થઇ ગયા હોવાનુ પ્રમાણ પત્ર હાથમાં લાગતા 498 ક પ્રમાણે ચાર્જસીટ રજુ કર્યુ