અમરેલી યાર્ડમાં ખેડુતોએ હરરાજી બંધ કરાવાયા બાદ સમાધાન

અમરેલી,
અમરેલી માર્કેટયાર્ડમાં દર વર્ષે કપાસ વેચવા ખેડુતોની કતારો લાગે છે. દિવાળીના તહેવાર અને તહેવારને કારણે માર્કેટ યાર્ડ લાંભ પાચમ સુધી બં ધ રહેતા હોવાથી તહેવારોમાં નાણાંની જરૂરીયાત ધ્યાને રાખી માર્કેટયાર્ડમાંકપાસ વેચવા આવે છે બીજી તરફ ગામડે બેઠા અમુક વેપારીઓ સીધો કપાસ ખરીદી ઉચા ભાવો આપતા હોવાથી ખેડુતોેએ પણ આજે અમરેલી માર્કેટયાર્ડમાં ઉચા ભાવોની માંગણી કરી હતી અને મોેડે સુધી મડાગાઠ સર્જાતા બપોરના 1:00 વાગ્યા સુધી હરરાજીનું કામ બંધ રખાવ્યું હતુ.તેથી માર્કેટયાડરના ડીરેક્ટરો સહિતે ખેડુતોને સમજાવવા મથામણ કર્યા બાદ બપોરે માંડ મામલો થાળે પડતા હરરાજીનું કામકાજ શરૂ થયું હતુ. ખેડુતોએ ઉંચા ભાવ મળે તો જ વેંચાણ કરવાની જીદ પકડતા વાતાવરણમાં ગરમાળો આવી ગયો હતો પણ મોડે થી ખરીદી શરૂ થતા ખેડુતોની રાહત થઈ