અમરેલી એરપોર્ટનો રન-વે અઢી કીલોમીટરનો થશે

અમરેલી,

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક અને અમરેલી વિધાનસભાના યુવા ધારાસભ્ય શ્રીકૌશિક વેકરિયા પર અમરેલી વિસ્તારની પ્રજાએ મૂકેલો વિશ્વાસ ચરિતાર્થ થઈ રહ્યો હોય એમ અમરેલી વિસ્તારને એક પછી એક વિકાસકામોનીભેટધારાસભ્યના પ્રયત્નોથી સતત મળી રહી છે.અમરેલી એરપોર્ટના રનવેની લંબાઈ વધારવા ધારાસભ્ય શ્રીકૌશિક વેકરિયાએ નાગરિક ઉડ્ડયનમંત્રી શ્રીબળવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના ઉડ્ડયનમંત્રીશ્રી જગદીશ પંચાલને ધારદાર રજૂઆત કરી જણાવેલ કે અમરેલીએરપોર્ટેનો રનવે 1200 મીટરનો હોવાથી અહીં નાના વિમાનો જ લેન્ડ થઈ શકે છે એટલે રનવેની લંબાઈ વધારવી ખૂબજ જરૂરી છે.એમની રજૂઆત સંદર્ભે સરકાર ના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા આ રનવેની લંબાઈ 2500 મીટર કરવાની મંજૂરી આપી દેવામાં આવી હોવાથી હવે ભવિષ્યમાં અહીં મોટાં વિમાનોનુ ંઉતરાણ પણ શક્ય બનતા જિલ્લાની જનતાને તેનો સીધો લાભ મળશે.ગુજરાત સરકારના ઉડડયન વિભાગ દ્વારા રનવે વધારવા બાબતે જરુરી જમીનની માપણી કરવા તથા જમીનનું સંપાદન કરવાનીકામગીરી પૂર્ણ કરવા અમરેલી કલેકટરને જરુરી હુકમા ેપણ કરી દેવાતા આગામી દિવસોમાં આ જમીનની માપણી અને જમીનનું સંપાદન કાર્ય પૂર્ણ કરી રનવે લંબાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.