લોકલ ફોર વોકલની અપીલ કરતા શ્રી કૌશિક વેકરીયા

અમરેલી,

સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન મળે તે માટે લોકલ ફોર વોકલની શ્રી કૌશિકભાઇ વેકરીયાએ અપીલ કરી હતી. શ્રી વેકરીયા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઇ કાબરીયા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઇ સોઢા, પીન્ટુભાઇ કરૂંદલે, કમલેશભાઇ કોરાટ, સહિત આગેવાનો શહેરની બજારમાં ફરી વેપારીઓને મળ્યાં હતાં અને સ્થાનિક લોકોને પણ લોકલ ફોર વોકલનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો અને ખરીદી પણ કરી હતી.