રાજુલા-જાફરાબાદ તાલુકામાં 27માંથી 20 મહિલા તલાટીઓની નિમણુંકો અપાઇ

રાજુલા,
રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ઘણા સમયથી તલાટી મંત્રીઓની જગ્યાઓ ખાલી હતી એક તલાટી મંત્રી પાસે ત્રણ ત્રણ ચાર ગામના ચાર્જ હતા. પરિણામે ગ્રામજનોને તલાટી મંત્રીઓ વગર ચાર ચાર દિવસ સુધી કામો અટકતા હતા અને ભારે હાલાકી પડતી હતી જેના અનુસંધાને તલાટી મંત્રીઓની જગ્યા ભરવા માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજુલા અને જાફરાબાદ તાલુકામાં તલાટી મંત્રીઓની જગ્યા ભરવામાં આવી હતી રાજુલામાં કુલ 17 જગ્યાઓ ભરવામાં આવી છે એટલે કે 17 નવા તલાટી મંત્રીઓને નિમણૂક આપવામાં આવી છે 48 તલાટી મંત્રીઓના સેટ અપ સામે હવે કુલ 42 તલાટી મંત્રી નું સેટઅપ થવા પામ્યું હતું જ્યારે જાફરાબાદ તાલુકામાં 10 નવા તલાટી મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.આમ બંને તાલુકાના મળી કુલ 17 નવા તલાટીઓને સ્થળ ઉપર હાજર કરી દેવામાં આવ્યા છેઅત્રે નોંધનીય બાબત છે કે રાજુલા અને જાફરાબાદમાં આવેલા કુલ 27 તલાટી મંત્રીઓમાં મહિલાઓનો દબદબો જોવા મળ્યો છે કારણ કે રાજુલા તાલુકા પંચાયતમાં મુકાયેલા 17 તલાટી મંત્રીઓ માંથી 12 તલાટી મંત્રી મહિલા છે જ્યારે જાફરાબાદ તાલુકામાં મુકાયેલા દસ તલાટી માંથી આઠ તલાટી મંત્રી મહિલા છે કુલ 27 માંથી 20 તલાટી મંત્રી મહિલાઓ મૂકવામાં આવ્યા છે આથી મહિલાઓનો પણ દબદબો જોવા મળ્યો