સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જામતુ ઇંગોરીયા યુધ્ધ

સાવરકુંડલા,

દીપાવલી ની રાત્રે સાવરકુંડલા શહેર માં જામતું ઈંગોરીયા યુધ્ધ છ દાયકા પહેલાથી રમતી આ લડાઈ આજે પણ એજ જુસ્સા થી રમાય છે ઈંગોરીયા બાદ સી.ડી. અને આજે કોકડા એ સ્થાન લીધું છે આ રમત ને જોવા હજારો લોકો દૂર દૂર થી જોવા સાવરકુંડલા આવે છે.સાવરકુંડલા માં છેલ્લા છ દાયકા પહેલાં થી ઈંગોરીયા યુધ્ધ ખેલાય છે ત્યારે ઈંગોરીયા શુ છે એ પહેલાં સમજી લઈએ તો ઈંગોરીયા નું વૃક્ષ આશરે આઠ થી દસ ફૂટ નું હોય છે તેના ચીકુ જેવા ફળ ને ઈંગોરીયુ કહેવામાં આવે છે. દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારો માંથી ઈંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે ત્યારબાદ ઉપરથી છાલ ને ચપ્પુ વડે કાઢી તેમાં કાણું પાડી અંદર ના તેમાં દારૂ-ગંધક-સુરોખાર અને કોલસા ની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસી ને ભરવામાં આવે છે ત્યારબાદ નદી ના માટી ના પથ્થર ના ભુક્કા થી એ કાણું બંધ કરી દેવાય છે અને તેને સૂકવામાં આવે છે અને ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય જેને દીવાળી ની રાત્રી એ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરીયા ના થેલા ભરી લડાયકો આગ નું યુધ્ધ રમવા તૈયાર થઈ જાય છે આ ઈંગોરીયા ને સળગાવવા માટે કાથી ની વાટ કે જામગરી વડે સળગાવાય સામ સામા સળગતા ઈંગોરીયા ફેંકવામાં આવે છે સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા એકબીજા સામે સળગતા ઈંગોરીયા નાખી ને ટોળી ઓને દૂર દૂર સુધી ખસેડી દઈ છે હાલ માં જેમ દાડમ ના ફુવારા નીકળે છે તેવા આગ ના ફુવારા સાથે ગોળી ની જેમ દૂર સુધી રોકેટ ની જેમ જાય છે આ રોમાંચિત લડાઈ માં આનંદ કીકીયારી નાસભાગ અને ધક્કામુક્કી ના દ્રશ્યો સર્જાય છે કયારેક કોઈ ના કપડાં પણ દાજી જાય છે જોકે મોટું નુકસાન કે માથાકુટ થતી નથી કારણ કે આ નિર્દોષ રમત હોય છે અને રાત ના દસ વાગ્યા થી સવાર સુધી આ ઈંગોરીયા ની લડાઈ ચાલે છે. સમય ન બદલાતા વહેણ સાથે આ ઈંગોરીયા ની લડાઈ માં પણ પરિવર્તન થયું છે લડાઈ નું નામ તો ઈંગોરીયા ની લડાઈ જ રહ્યું પરંતુ ઈંગોરીયા ના વૃક્ષો ઓછા થતા તેનું સ્થાન સી.ડી. એ લીધું હતું આથી ઈંગોરીયા બહુ ઓછા જોવા મળે છે તેના બદલે કોકડા ને દારૂખાનું ભરી તૈયાર કરાઈ છે માધ્યમો બદલાયા પરંતુ લડાઈ નો આજેપણ ચાલુ જ રહેશે હાલ ના સમય માં મોટી માથાકુટ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે આ અનોખી લડાઈ ને જોવા આજે પણ દૂર દૂર થી લોકો સાવરકુંડલા ખાતે આવે છે રાતભર આગ ની લડાઈ બાદ સવારે એકબીજા યુવાનો ગળે ભેટી નવા વર્ષ ની શુભેચ્છા ઓ પાઠવી આનંદ થી છુટા પડે છે.