કેરીયાનાગસના વૃધ્ધ દંપતિના મોપેડને શેડુભાર નજીક ફોરવ્હીલે હડફેટે ચડાવ્યું

અમરેલી,
અમરેલી તાલુકાના કેરીયાનાગસ મુળ બાબરા બાલમુંકુંદ નગરના પોપટભાઈ મનજીભાઈ વામજા ઉ.વ.75 અને તેમના પત્નિ રાજુબેન પોપટભાઈ વામજા ઉ.વ. 73 કેરીયાનાગથી બાબરા લ્યુુના મોપેડ લઈને જતા હતા. તે દરમ્યાન શેડુભાર ગામના પાટીયા પાસે પહોંચતા લાલ કલરની ફોરવ્હીલના અજાણ્યા ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી લ્યુુના મોપેડ સાથે અથડાવી પોપટભાઈને જમણા ખંભે તેમજ વાસામાં અને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી પત્નિ રાજુબેનનું ઘટના સ્થળે મોત નિપજાવ્યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ