બાબરા નજીક લાલકાની સીમમાં પવનચકકીના પેટા કોન્ટ્રાકટર પાસે ખંડણી માંગી ધમકી આપી

અમરેલી,
બાબરા તાલુકાના લાલકા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં આઈનોક્ષ ગ્રીન એનર્જી પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં પવનચકકી લોકેશન નં. આર. જે. 11-ટી 11-11 માં માન્યતા એન્ટરપ્રાઈઝ નામની કંપનીનો કોન્ટ્રાકટ મળેલ હોય. જેમાં લાલકા ગામના થોભણભાઈ હમીરભાઈ સાન્યા પેટે કોન્ટ્રાકટથી કામ રાખેલ હોય. જેમાં ફાઉન્ડેશન ભરવાનું કામ શરૂ હતું. તે દરમ્યાન લાલકા ગામના બોઘા જસમતભાઈ , જેસીંગ બોઘાભાઈ રાઠોેડે થોભણભાઈને ગાળો આપી કામ બંધ કરાવી કાયમી સીકયુરીટી ગાર્ડમાં નોકરીે આપવી પડશે.તે બાબતનું લખાણ કરી આપો. તેમજ અહીં તમારા વાહનો ચલાવવા તમારે અમોને અઢીલાખ રૂપિયા આપવા પડશે. તેમ રૂપિયાની ખંડણી માંગી ધમકી આપ્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ