કુંડલામાં સંવિધાન ગૌરવ દિવસ યાત્રાનું પ્રસ્થાન કરાવતા સાંસદશ્રી કાછડીયા

સાવરકુંડલા,
અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ ચોક, નાવલી પોલીસ ચોકી થી ધનાબાપા આશ્રમ સુધી સંવિધાન ગૌરવ દિવસ યાત્રા નો આયોજન કરેલ હતું,આ અન્વયે અમરેલી જિલ્લા મોરચાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલાની આગેવાનીમાં સવારે 10:00 કલાકે ડો. બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને ફુલહાર કરી તેમજ અમરેલીના સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયાએ સ્ટેચ્યુને ફુલહાર કરી યાત્રાને પ્રસ્થાન કરાવેલ હતું. આ યાત્રામાં ચાલુ કમોસમી વરસાદે નદી બજારમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પગપાળે પલળતા પલળતા આ સંવિધાન યાત્રામાં ચાલ્યા હતા,આ યાત્રા સાવરકુંડલા શહેરમાં મુખ્ય રસ્તામાં પસાર થઈ પરમ પૂજ્ય ધનાબાપુ આશ્રમમાં સભાના રૂપમાં ફેરવાયેલ હતી ત્યાં ઉપસ્થિત ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક મહેમાનોનું સન્માન કરી ડો. બાબાસાહેબ આંબેડકર ના સંવિધાન અંગે ઉપસ્થિત મહાનુભાવોએ વક્તવ્ય આપેલ તેમજ પ્રતિજ્ઞાનું વાંચન કરેલ.