નશીલા પીણાનો ટ્રેન્ડ બદલાયો : વડિયામાં નશીલી આયુર્વેદિક સીરપનો 240 બોટલનો જથ્થો ઝડપાયો

વડિયા,
સમગ્ર રાજ્યમાં હાલ નશીલી સીરપના કાળા કારોબાર નો પર્દાફાસ થતો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આ બાબતે પોલીસ એલાર્ટ બની છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ અગાવ આ બાબતે જથ્થો પકડાયો હોવથી સમગ્ર જિલ્લા માં પોલીસ સઘન તપાસ કરતા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ઢોળવા રોડ રાજેશ વલ્લભભાઈ સાંગાણી ના રહેણાંક મકાન અને મહાદેવ પાન એન્ડ કોલડ્રિંક્સ નામની દુકાનમાં બાતમીના આધારે રેડ કરતા ત્યાંથી 280નંગ જથ્થો ઝડપ્યો હતો.અને આ જથ્થો ઝડપાયા બાદ વડિયા પોલીસ ના ઇન્ચાર્જ પીએસઆઇ કે. એલ. કોડિયાતર અને તેમની ટીમ દ્વારા વડિયા ની શંકાસ્પદ તમામ દુકાનો પર રેડ કરવામાં આવી હતી. આ બાબત લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ ઘણા સમયથી આ નશીલુ સીરપ વેચાય છે અને તે દારૂ ના વ્યશનીઓ આ સીરપ નો ઉપયોગ રોજ નશા માટે કરતા હોવાનુ પાન લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.હવે આ બાબતે વડિયા પોલીસ ઊંડી તપાસ કરીને આ નુ પગેરું ક્યાં સુધી શોધે છે અને સપ્લાયર અને ઉત્પાદક સામે કેવી કાર્યવાહી કરે છે તેતો આવનારો સમય જ બતાવશે.