17મી સદીમાં મરાઠાઓએ અમરેલી પંથકને કાઠિયાવાડ નામ

આપણા સુરતમાં કે મહારાષ્ટ્રના મુંબઇમાં જાવ કે પછી મધ્યપ્રદેશના ઇન્દોરમાં જાવ અને આપણી કાઠીયાવાડી ભાષા બોલો કે તરત જ આપણને ગુજરાતી નહી પણ કાઠીયાવાડી તરીકે સૌ ઓળખી જાય છે અને કાઠીયાવાડી સાથે કોઇ કોઇ પણ પ્રકારનો પંગો લેતા પહેલા સો વખત વિચારે છે. સૌરાષ્ટ્રમાં જામનગરને હાલાર કહેવાય છે અને જુનાગઢને સોરઠ, તો ભાવનગરને ગોહીલવાડ અને સુરેન્દ્રનગરને ઝાલાવાડ કહેવાય છે તેવી જ રીતે અમરેલી વિસ્તારને કાઠીયાવાડ કહેવાય છે ઉપરના વિસ્તારો તો ત્યા વસતા ઝાલા, ગોહીલ અને સૌરાષ્ટ્રને કારણે સોરઠ એવા પડયા છે પણ અમરેલીમાં વસતા કાઠીઓના પ્રદેશને કાઠીયાવાડ નામ કેમ અપાયું તેનો ઉલ્લેખ ધ હીસ્ટ્રી ઓફ કાઠીયાવાડ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.આપણા વિશાળ ભારતના અરબી સમુદ્રમાં પચાસ કીલોમીટર જેટલા તટ સાથે અડતા અમરેલી જિલ્લાની ગણના જુના જમાનાના ઓળખાતા પ્રદેશમાં કાઠીયાવાડ તરીકે થાય છે.જ્યાં એવી મહેમાનગતી થાય છે કે, ભગવાનને ભુલા પડવાનું કહેવાય છે એ સ્વર્ગને ય ભુલાવનારા કાઠીયાવાડની મહેમાનગતી અને રીતીરીવાજોના ગુણ દુનિયાભરમાં ગવાય છે તેે સંત,શુરા અને બહારવટીયાની ભુમીને કાઠીયાવાડ નામ કોણે આપ્યું ?તેના જવાબમાં સૌ કહે છે કે કાઠીજ્ઞએ કાઠીયાવાડ કીધ્ાું.પણ તેને નામ આપનાર છે મરાઠા શાસકો જેની બહુ ઓછાને જાણ હશે.17મી સદીમાં મરાઠાઓએ અમરેલી પંથકને કાઠિયાવાડ નામ દીધ્ાું હોવાનો ઉલ્લેખ જોવા મળે છે અહી અગિયારમી સદીમાં સૌરાષ્ટ્રમાં કાઠીઓએ પગ મુકેલો હોવાનો ઉલ્લેખ છે તેણે અહી આવી કાંડાના બળે અનેક વિસ્તારો જીતેલા હતા.
15મી સદીમાં દિલ્હીના તખ્ત ઉપરથી અકબરના અવસાન બાદ મરાઠાઓ મહારાષ્ટ્રથી ગુજરાત સર કરવા માટે આવ્યા હતા સૌરાષ્ટ્રમાં 17મી સદીમાં પગ મુકનારા મરાઠાઓને સૌથી વધ્ાુ સંઘર્ષ કાઠીઓ સાથે કરવો પડયો હતો તેવો ઉલ્લેખ ધ હીસ્ટ્રી ઓફ કાઠીયાવાડમાં જણાવાયઉં છે તેમા જણાવાયેલ છે કે, પોતાનું સામ્રાજય જમાવવા આવેલ આ સાહસિક કોમનો સૌથી વધ્ાુ સામનો અમરેલી વિસ્તારમાંથી થયો હતો. જેના કારણે મરાઠાઓએ આ વિસ્તારને કાઠીયાવાડ એવું નામ આપ્યું હતુ.
અહી માત્ર મરાઠા જ નહી પણ આજુ બાજુના ભાવનગર અને જુનાગઢ જેવા મોટા રાજયોથી પણ કાઠી પરગણાઓ અને શાસકો ડરતા નહી અહી સાવરકુંડલા, મીતીયાળા,લીલીયા, રાજુલા, કુંકાવાવ, ચિતલ, સલડી, વાઘણિયા, બગસરા, ગુંદરણ જેવા અનેક નાના મોટા રજવાડાઓ હતા સૌરાષ્ટ્રની જે તે વખતની સ્થિતિનો જુનાગઢના પોલીટીકલ એજન્ટ કેપ્ટન એચ. વિલ્બરફોર્સ – બેલના ધ હીસ્ટ્રી ઓફ કાઠીયાવાડમાં અહીની સામાજીક તથા રાજકીય વિગતોનો રસપ્રદ ઉલ્લેખ કરાયો.