મહિલા કોશમાં ગુજરાતની મહિલાઓને અન્યાય : શ્રી જેની ઠુમ્મર

અમરેલી,

આજે રાષ્ટ્રીય મહિલા કોશમાં અન્ય રાજ્યોને કરોડોની ફાળવણી, ગુજરાતની મહિલાઓને ઠેંગો, તે અંગે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, મહિલાઓના ઉત્કર્ષની યોજના અંગે વાતો કરનારી ભાજપ સરકારે અન્ય રાજ્યોમાં રાષ્ટ્રીય મહિલા કોશ યોજનામાંથી લાખો-કરોડોની ગ્રાન્ટ આપી છે જયારે ગુજરાતની મહિલાઓને આ યોજના તળે છેલ્લા પાંચ વર્ષમાં એકપણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નથી જે ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કર્તા છે. કોંગ્રેસની સરકારે વર્ષ 1993 માં મહિલાઓના ઉત્કર્ષ માટે આ યોજના શરૂ કરી હતી. આ યોજનાના માધ્યમથી સ્વૈચ્છિક સંસ્થાઓ, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને લોન સહાય આપવામાં આવતી હતી, આ યોજનાનો અનેક મહિલાઓને લાભ મળ્યો છે અનેક મહિલાઓ પગભર થઈ છે પરંતુ જયારથી ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી આ યોજના તળે ગુજરાતની મહિલાઓ સાથે સતત અન્યાય થયો છે આ રાષ્ટ્રીય મહિલા કોશમાંથી છેલ્લા પાંચ વર્ષમાં તમામ રાજ્યોને કરોડોની ગ્રાન્ટ આપવામાં આવી છે જ્યારે ગુજરાતને કાણીપાઇ અપાઇ નથી જે ખુદ કેન્દ્ર સરકારે રાજ્યસભામાં પુછાયેલા સવાલનાં જવાબમાં કબુલાત કરી છે અને હાલ મહિલાઓ ઉપરાંત સ્વૈચ્છિક સંગઠનોને ફાયદારૂપ આ યોજના બંધ કરી દેવામાં આવી છે. રાષ્ટ્ર્રીય મહિલા કોશમાં આજેપણ રૂગ.285 કરોડનું બેલેન્સ ઉપલબ્ધ છે તેમછતા આ યોજના બંધ કરવાથી દેશની હજારો લાખો મહિલાઓને લાભ મળતો બંધ થયો છે જોકે, ગુજરાતની મહિલાઓને આ યોજનાનો લાભ જ મળી શક્યો નથી. રાષ્ટ્રીય મહિલા કોશમાં 37 જગ્યાઓ પૈકી 25 જગ્યાઓ તો ખાલીખમ પડી છે આ યોજના તળે અન્ય રાજ્યોને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી અને ગુજરાતને એકપણ પૈસો નહી ચુકવીને કેન્દ્ર સરકારે ગુજરાતની મહિલાઓ સાથે હળહળતો અન્યાય કર્યો છે તેથી દેશની હજારો લાખો મહિલાઓના ભવિષ્યને ધ્યાને આ યોજના પુન: શરૂ કરવા એક મહિલા આગેવાન તરીકે મહિલાઓનાં હિતમાં માંગ કરૂં છું તેમ શ્રી જેનીબેન ઠુંમરે એક પ્રેસ નિવેદન કરી જણાવ્યું