ચલાલા નજીક આવેલ વાઘવડીની સીમમાં જમીનનો દસ્તાવેજ કરાવી છેતરપીંડી કરી

અમરેલી,
ચલાલાના વાઘવડી ગામની સીમમાં અમરેલીના સહજસીટીમાં રહેતા પ્રતાપભાઈ કરશનભાઈ પટેલના પિતાની વાઘવડી ગામની સીમમાં કબ્જા સહિતના વેચાણ કરારની ખાતા નં-176 ની જુદા -જુદા સર્વે નંબરોની ખેતીની જમની આશરે 78 વીઘા છે. મુળ માલિક અસ્મિતાબેન કિશોરભાઈ વાછાણી રહે. રાજકોટવાળા છે. જેની પાસેથી આ ખેતીની જમીનનો કબ્જા સહિતનો વેચાણ કરાર જેમાં પ્રતાપભાઈના નામે અથવા તે કહે તેના નામે દસ્તાવેજ કરી આપવાનો પ્રતાપભાઈના પિતાએ કરાવેલ અને આ કરાર આધારે પંકજ કાનજીભાઈ કાછડીયા ,દિનેશ રમણીકલાલ મહેતા , અલ્કેશ ભાણજીભાઈ ચોથાણી રહે. કેશોદવાળાઓએ રૂ/-95,01,000 માં પ્રતાપભાઈના પિતા પાસેથી આ ખેતીની જમીન વેચાતી રાખી વેચાણની રકમ પૈકી રૂ/-50 લાખ ચુકવી આપી બાકીના રૂ/-45,01,000 થોડા દિવસોમાં ચુકવી આપવા ભરોસો આપી જમીનનો દસ્તાવેજ પ્રતાપભાઈના પિતા મારફતે ા જમીનના મુળ માલિક અસ્મિતાબેન કિશોરભાઈ વાછાણી પાસેથી કરાવી લઈ આજદિન સુધી બાકીના રૂ/-45 લાખ નહી ચુકવી છેતરપીંડી કર્યાની ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ