સાંસદ શ્રી કાછડીયા તથા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયાએ એડીએનપીની મુલાકાત લીધી

અમરેલી,
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાજેશન દ્વારા 1988 માં 1 લી ડીસેમ્બર વિશ્ર્વ એઈડસ દિવસ જાહેર કરવામાં આવેલ. એચઆઈવી / એઈડસ વિશે જાગૃતિ લાવવા અસરગ્રસ્ત લોકોનું સન્માન કરવા અને સતત સમર્થ અને સંશોધન માટે હિમાયત કરવા માટે આ વૈશ્ર્વિક ઘટનાનું સંકલન કરવામાં મદદ કરે છે. એ.ડી.એન.પી. સંસ્થા દ્વારા વિશ્ર્વ એઈડસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમરેલી જીલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયા, તથા નાયબ મુખ્ય દંડક તથા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. જેમાં અમરેલી જીલ્લાના એચ.આઈ.વી. પોઝીટીવ યુવા દ્વારા તેમને રેડ રીબીન બાંધવામાં આવી અમરેલી જીલ્લામાં ચાલતી સંસ્થા એ.ડી.એન.પી. વિશે માહિતિ આપવામાં આવી .