અમરેલી જિલ્લા પોલીસની કામગીરીનાં પુસ્તકનું વિમોચન

અમરેલી,
આજરોજ પોલીસ અધિક્ષકશ્રી ની કચેરી ખાતે હાજર અમરેલી જિલ્લાની વર્ષ 2022 ની કામગીરી અંગેનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યુ હતું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઇ સુતરીયા તથા જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ, તમામ મહાનુભાવના હસ્તે અમરેલી જિલ્લાના પુસ્તક “સેવા, સુરક્ષા અને શાંતિની યથાર્થ પરિભાષા અમરેલી પોલીસ-2022” નું વિમોચન કરવામાં આવ્યું.આ પુસ્તક વિમોચન મોચન કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લાના પોલીસ વડા હિમકર સિંહનાઓ દ્વારા જણાવ્યું હતું કે આ પુસ્તકમાં જિલ્લાની પોલીસ દ્વારા વર્ષ-2022 દરમ્યાન કરવામાં આવેલ ગંભીર ગુનાની ડિટેકશનની વિગતો, અપરાધીઓની મોડસ ઓપરેન્ડી અને પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ વિભાગને લગતી વિવિધ કામગીરીઓ જેવી કે પોલીસવેલ્ફેરને લગત કામગીરી, ચૂંટણી દરમિયાન કરવામાં આવતી કામગીરી, સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવતી ડિટેકશનની કામગીરી, સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈગુજકોપ અંતર્ગતની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના ઓ દ્વારા જણાવ્યું કે, અમરેલી પોલીસ વર્ષ 2022-23 ની જેમ આવનારા સમયમાં પણ જિલ્લાના નાગરિકોની સુરક્ષા કરવા માટે કટિબદ્ધ રહેશે.