અમરેલીના જસવંતગઢમાં મહિલાની 21 ગ્રામની બંગડી ઠગે 6 ગ્રામની કરી નાંખી

અમરેલી,
અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે ફુલવાડી પ્લોટમાં રહેતા વૃધ્ધા લીલીબેન માધાભાઈ પોકીંયા ઉ.વ. 65 તા. 10-12 ના સવારના 10:00 વાગ્યે પોતાના ઘરે હાજર હતા. તે દરમ્યાન બે અજાણ્યા શખ્સો આશરે 30 થી 35 વર્ષની ઉંમરના ઘરે આવી પ્રથમ હેન્ડવોશના પાઉચ વેચવા આવેલ હોવાનું કહી લીલીબેનને ત્રાંબા તથા ચાંદીનું વાસણો ધોઈ આપું તેવું કહી ત્રાંબા ચાંદીના વાસણો ધોતા હતા તે દરમ્યાન બીજા અજાણ્યા શખ્સે આવી સોના ચાંદીના દાગીના ધોઈ નવા કરી આપવાનું જણાવી વિશ્ર્વાસમાંલઈ લીલીબેનનની સોનાની બંગડી 21 ગ્રામની રૂ/-1,04,728 ની પહેલા કોઈ ડબ્બામાં મુકી ત્યારબાદ એક વાટકામાં નાખી વાટકામાં બંગડી ન દેખાય તેટલી હળદર નાખી સોનાની બંગડીઓ ઉપરથી સોનું ઉતારી ઓગાળી નાખી 6 ગ્રામ જેટલી બંગડીનો વજન રહેવા દઈ 15 ગ્રામ બંગડીમાંથી સોનું ઓગાળી રૂ/-60,000 ની છેતરપીંડી કર્યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ