અમરેલી ડિસ્ટ્રીક્ટ બાર એસો.નાં સેક્રેટરી પદે સૌથી નાની ઉંમરનાં શ્રી જે.આર.વાળાનો વિજય

અમરેલી ડિસ્ટ્રીક્ટ બાર એસો.નાં સેક્રેટરી પદે સૌથી નાની ઉંમરનાં શ્રી જે.આર.વાળાનો વિજય

અમરેલી,અમરેલી ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચુંટણીમાં સેક્રેટરી પદે શ્રી જે.આર. વાળા ચુંટાયા છે તેથી શુભકામનાઓનો ધોધ વહેતો થયો છે. અમરેલી જિલ્લા બાર એસો. ની વર્ષ 2024 ની ચુંટણીમાં પ્રમુખપદે શ્રી એન.વ. ગીડા અને સેક્રેટરીપદે શ્રી જે.આર. વાળા તથા ઉપપ્રમુખપદે હિંમતલાલ સોલંકી, ઉપપ્રમુખ પદે એચ.પી.વાળા, જોઇન્ટ સેક્રેટરીપદે આર.ડી. માધડ અને સેક્રેટરી (લાઇબ્રેરી) પદે જે.બી. ખુમાણ તથા ખજાનચી પદે એચ.એચ. સેજુની વરણી થઇ છે. અમરેલીનાં યુવાન અને તરવરીયા તથા ખંતીલા એડવોકેટ શ્રી જે.આર. વાળાની સેક્રેટરી પદે વરણી થતા ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. શ્રી વાળા ઉપર સાર્વત્રીક અભિનંદનનો ધોધ વહેતો થયો છે.
તે ઉપરાંત કારોબારીનાં 8 સભ્યોમાં એ.એમ.નકવી, ઉમેશ તેરૈયા, એચ.એમ. રાઠોડ, શારદાબેન ડાભી, કિશોરભાઇ ખાખડીયા, ડી.એચ. અમરેલીયા, સાકીરભાઇ ત્રવાડી, યોગેશભાઇ દવેની વરણી થઇ છે.
સમગ્ર ચુંટણી પ્રક્રિયામાં કમિશ્નર તરીકે બી.કે. ચાવડાએ સેવા આપી હતી