કુંકાવાવ તાલુકા પંચાયતનું નવું બિલ્ડિગ મંજૂર કરાવતા નાયબ દંડક શ્રી વેકરિયા

અમરેલી,

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના યુવા ધારાસભ્ય કૌશિક વેકરિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે, ત્યારથી મતવિસ્તારને વિકાસની એક પછી એક અનોખી ભેટ આપી રહ્યા છે. અમરેલી વિસ્તારની પ્રજાએ મૂકેલો વિશ્વાસ લેખે લાગ્યો હોય એવું વિસ્તારની પ્રજા અનુભવી રહી છે. વિસ્તારના યુવા ધારાસભ્યના પ્રયત્નોથી કુંકાવાવ તાલુકાને નવું તાલુકા પંચાયત બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગ માટે કૌશિકભાઈ વેકરિયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડને રજૂઆત કરી હતી. જેને ગ્રા ારાખીને સરકાર દ્વારા રૂપિયા 3 કરોડ દસ લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. સાથે ગ્રાઉન્ડ લેવલ અને ગાર્ડનીંગ માટે રૂપિયા 15 લાખ ના કામો મનરેગા યોજના હેઠળ અલગથી કરવાની પણ મંજૂરી મળી છે. સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તા.26/12/2023 ના લેટરથી આ કામને મંજૂરી મળતા ટૂંક સમયમાં તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવશે.