બાબરા ના રાજકોટ ભાવનગર હાઇવે પર નગરપાલિકા ની બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા તેમજ બાળ ક્રિડાંગણ બગીચા ની મરામત કરવા યુવા આગેવાન હારુન મેતર ની માંગ

બાબરા ના રાજકોટ ભાવનગર હાઇવે પર નગરપાલિકા ની બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા તેમજ બાળ ક્રિડાંગણ બગીચા ની મરામત કરવા યુવા આગેવાન હારુન મેતર ની માંગ

બાબરા શહેર મા છેલ્લા ધણા સમયથી શેરી વિસ્તારમાં તેમજ  રાજકોટ ભાવનગર હાઇવે રોડ પર આવેલી નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટો મોટા ભાગ ની બંધ હાલતમાં છે અમુક સ્ટ્રીટ લાઇટ ના વિજ પોલ પડી ગયા છે ધણા સમયથી લાખો રૂપિયા ના ખર્ચ લાઇટ નાખવામાં આવી હતી હાલ દયાજનક હાલતમાં છે રાત્રે ના સમયે હાઇવે પર નિકળતા લોકો તેમજ વાહન ચાલકો ને મારે હાલાકી ભોગવવી પડે છે હાઇવે રોડ પર રેઢીયાળ ઢોર અડીંગો જમાવી બેઠા હોય છે બાઇક કે અન્ય વાહનો મા અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે બાબરા ના યુવા આગેવાન હારુન મેતર નગરપાલિકા બાબરા અને ધારાસભ્ય શ્રી ને પત્ર લખીને રજુઆત કરી હતી કે બાબરા ના રાજકોટ ભાવનગર હાઇવે પર ની સ્ટ્રીટ લાઈટો બંધ છે ચાલુ કરાવી તેમજ હાલ બંધ હાલતમાં જે  બાળકો ને તેમજ વડીલોને બેસવા માટે બાળ ક્રિડાંગણ બગીચા ની મરામત કરાવી બાળકો ની રમતગમત ના સાધનો મુકવા વડીલો માટે બેસવાની વ્યવસ્થા કરાવી તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા ની મરામત કરવી અગાવના સાશકો થી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે હાલના નગરપાલિકા ના યુવા પ્રમુખ સારી કામગીરી કરે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે