સાવરકુંડલામાં ઘરની વાડમાં આગ લાગી

સાવરકુંડલા,

સાવરકુંડલા શહેરમાં આવેલ તાત્કાલિક હનુમાનજી આશ્રમ ની બાજુમાં આવેલ બ્રિજ ના ખૂણામાં દેવીપુજક ભરતભાઈ ના ઘરની વાડમાં ભયંકર આગ લાગી હતી આ આગ અજાણ્યા વ્યક્તિ દ્વારા લગાડવામાં આવી હતી સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ થતા પ્રમુખશ્રી દ્વારા ફાયર ફાઈટર ના હેડ જયરાજ ભાઈ ખુમાણ ને જાણ કરી તેમની ટીમ દ્વારા ઘટના સ્થળે સાત મિનિટમાં પહોંચી ગયા હતા જેમાં વોટર બ્રાઉઝર ડ્રાઇવર રવિરાજભાઈ જેબલીયા તેમજ ફાયરમેન અજીતભાઈ ખુમાણ દ્વારા ભયંકર આગ પર ઝડપથી કાબુ મેળવાયો હતો