વડિયામાં ઝડપાયેલા નશીલા શીરપનો ભાગેડુ આરોપી પોલીસનાં કબ્જામાં આવ્યો

વડીયા,

વડિયામાં પકડાયેલ નશીલા સીરપનો ભાગેડુ આરોપી અતુલ ગોંડલીયા પોલીસ કબ્જામાં આવ્યો હોવાનું અને ગોંડલ ના સુલતાનપુર ના ભાજપ અગ્રણી હિતેશ ગોંડલીયાના ભાઈએ સપ્લાય કર્યાનું બહાર આવ્યું છે. નશીલુ સીરપ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નશીલા સીરપ ની 430 બોટલો વડિયાના ઢોળવા નાકા થી પકડાઈ હતી. ભાઈ ના નામે ભાજપ અગ્રણી પોતે નશીલી સીરપ નો ધંધો કરતા હોવાથી ભાજપ અગ્રણીઓ પોલીસ સ્ટેશન પર ધામા નાખતા જોવા મળ્યા હતાં. વડિયા પોલીસ સ્ટેશન માં એક ગુનેગાર ને હાજર કરવા ચાર પાંચ કારનો કાફલો આવ્યો હોવાનુ સામે આવ્યું હતું. શું આ ભાજપ અગ્રણી ના ભાઈ ના રિમાન્ડ મંગાશે કે પછી ભિનુ સંકેલાઈ જશે ? નશીલુ સીરપ પકડાયા પેહલા બજારો માં ખુલ્લે આમ સપ્લાય થતુ હતુ. પોલીસ થી નાસતો ફરતો આરોપી અચાનક કાફલા સાથે હાજર થતા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા