તુલસીશ્યામમાં હજારો લોકોએ સ્નાન કર્યુ : લોકડાયરાની જમાવટ

રાજુુુલા,

મધ્ય ગીરમાં આવેલા તુલસીશ્યામ ખાતે ભગવાન શ્યામનું હજારો વર્ષ પુરાણું મંદિર આવેલું છે હજારો યાત્રીઓ દર્શન નો લાભ લેશે ત્યારે તહેવારોમાં ખાસ કરી અને સાતમ આઠમ તથા નવું વર્ષ અને આ ત્રીજો તહેવાર માગસર સુદ અગિયારસનું ખૂબ જ મહત્વ એટલે કે ચારધામની નદીઓમાં નાહવા ન ગયા હોય અને કોઈ પણ રોગ હોય તો અગિયારસને દિવસે આ કુંડમાં નાહવા થી એટલું જ પુણ્ય ઘેર બેઠા મળી જાય છે મળી જાય છે શ્યામ ભગવાનને કીધેલું છે એવો ઉલ્લેખ પુસ્તકોમાં છે જેથી આ વખતે અગિયારસના દિવસે ગરમ કુંડના નાવામાં સવારમાં પાંચ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી નાહવાની ભારે ભીડ રહી હતી આજુબાજુનો ગ્રામ્ય વિસ્તાર અને બાબરીયાવાડના લોકો નાહવાનો ખૂબ ભણ્યો હતો અને નાહવા માટે ભાઈઓ અને બહેનોના અલગ અલગ વ્યવસ્થા હોવાથી ઝડપથી નાહવા નો વારો આવી જતો હતો અને બપોરના મહા આરતી મહાપ્રસાદ લોકોએ માણ્યો હતો તેમજ શ્યામ ભગવાનના નવરાવી નવા વાઘા પહેરાવ્યા હતા અને ડેકોરેશન લાઇટિંગ નું રાત્રીના જોરદાર ગોઠવ્યું હતું જેનું યોગદાન શ્યામ યુવક મંડળને ફાળે જાય છે રાત્રિના ભવ્ય લોક ડાયરા નું આયોજન હતું જેમાં ધીરજ બારોટ તથા દીપક બાપુ હરિયાણી તથા પહાડી અવાજના ભરતભાઈ બોરીચા તથા સપાખરા ના માસ્ટર એવા જ ઉદયભાઇ ધાધલ લોકસાહિત્યકાર સવાર સુધી ભારે જમાવટ કરી હતી અને લોકોને કરી દીધા હતા આમ આ વર્ષથી તુલસીશ્યામમાં અગિયારસ નું અને રૂમ મહત્વ શરૂ થયું છે અને તમામ વ્યવસ્થા શ્યામ યુવક મંડળ તથા ડોક્ટર વરુ સવારે સુધી રોકાણ કરી સુંદર વ્યવસ્થા કરવામાં આવી