ઓર્થોપેડીક ડોક્ટરોની ટીમ દ્વારા 100 થી વધુ ધુંટણ બદલવાના ઓપરેશનો કરાયાં

અમરેલી,

વર્ષ 2019 માં અમરેલી જીલ્લાને મેડીકલ કોલેજ મળતા ગજેરા ટ્રસ્ટ દ્રારા અમરેલી સીવીલ હોસ્પિટલમાં ધરખમ સુધારાઓ કરવામાં આવ્યા જેના ભાગ રૂપે નવી નિર્માણ કરેલ હોસ્પિટલ બિલ્ડીંગમાં અતિ આધુનિક મોડયુલર ઓપરેશન થીએટર બનાવવામાં આવેલ છે. જેમા શાંતાબા જનરલ હોસ્પિટલના નિષ્ણાંત ઓથોપેડીક સર્જન ડો. નિશાંત સુવાગીયા અને ડો. યાજ્ઞિક ભુવા દ્રારા 100 કરતા વધુ ધુંટણ બદલવાના ઓપરેશનો સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલ છે. ડોક્ટરોની ટીમ દ્રારા સવારે સાંધા બદલવાનું ઓપરેશન કરી સાંજે પેશન્ટને દુ:ખાવા વગર ચાલતા કરી દેવામાં આવ્યા હતા. ડો.નિશાંત સુવાગીયા અને ડો.યાજ્ઞિક ભુવા અન્ય ઓપરેશનો જેવા કે થાપા બદલવાના ઓપરેશન, સુક્ષ્મ ચીરા દ્રારા જર્મન પધ્ધતિથી ઓપરેશન, સળીયા નાખવાના અને પ્લેટ બેસારવાના ઓપરેશનો તથા અન્ય કોઇપણ પ્રકારના ફ્રેકચર અને હાડકાને લગતા ઓપરેશન તથા સારવારનો દર્દીને બહોળા પ્રમાણમાં લાભ મળી રહેલ છે ઓપરેશન બાદ જરૂરી કસરતો માટે હોસ્પિટલ ખાતે જ ઊપલબ્ધ ફિજીયોથેરાપી ડીપાર્ટમેન્ટનો પણ દર્દીને લાભ મળી રહે છે.શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીના મેનેજમેન્ટ કર્તા ભરતભાઈ ધડુક ના જણાવ્યા મુજબ આ તમામ ઓપરેશનો સરકારશ્રીની ઁસ્-વછરૂ યોજના અંતર્ગત સંપૂર્ણ ફ્રિમાં કરવામાં આવેલ છે. ડો.નિશાંત સુવાગીયા અને ડો.યાજ્ઞિક ભુવા તથા તેમની ટીમને 100 ઓપરેશનનો માઈલસ્ટોન પાર કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરા એ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા